પુષ્પા 2 એ બોક્સ ઓફીસ પર ત્રીજા દિવસે પણ બમ્પર કમાણી કરી, બધા રેકોર્ડ્સ ધ્વસ્ત…
મુંબઈ: વર્ષ 2021 માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલ ‘પુષ્પા 2: ધ રૂલ’ ગુરુવારે સિનેમા ઘરોમાં રિલીઝ થઇ હતી. છેલ્લા ત્રણ દિવસોથી સિનેમા ઘરોમાં આ ફિલ્મ જોવા માટે દર્શકોની ભીડ ઉમટી રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મ બોક્સ પર ઘણા રેકોર્ડ (Pushpa-2 The Rule Box office collection) તોડી રહી છે.
આ પણ વાંચો : Pushpa-2 એ બીજા દિવસે પણ તોડયો કમાણીનો રેકોર્ડ, 200 કરોડની ક્લબમાં સામેલ…
આ ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. એડવાન્સ બુકિંગના મામલે પણ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા હતાં.
ત્રણ દિવસમાં કમાણી:
પહેલા દિવસે પુષ્પા-2એ બોક્સ ઓફિસ પર 164.25 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. આ પછી શુક્રવારે બીજા દિવસે 93.8 કરોડનું કલેક્શન થયું હતું. શરૂઆતના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા ફિલ્મ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે 81 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી શકે છે. આ હિસાબે ફિલ્મનું કુલ કલેક્શન 350.48 કરોડ રૂપિયા થશે.
આ ફિલ્મોને પાછળ છોડી:
પુષ્પા-2એ બીજા દિવસે તેલુગુમાં રૂ. 26.95 કરોડ, હિન્દીમાં રૂ. 66.5 કરોડ, તમિલમાં રૂ. 7.85 કરોડ, કન્નડમાં રૂ. 8.55 કરોડ અને મલયાલમમાં રૂ. 2.25 કરોડની કમાણી કરી હતી. પુષ્પા 2 કમાણીના મામલામાં KGF, જવાન, એનિમલ, કલ્કી 2898 AD જેવી ફિલ્મોને પાછળ છોડી ચૂકી છે.
આ પણ વાંચો : બાહુબલી, જવાન બધાને પાછળ છોડી પુષ્પા-2એ કરી રેકોર્ડ બ્રેક ઑપનિંગ
વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો એક રીપોર્ટ અનુસાર, અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા 2’નું કુલ કલેક્શન લગભગ 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. ફિલ્મ આગામી બે દિવસમાં તે રૂ. 600 કરોડના આંકડાને પાર કરી જશે તેવી આશા છે.