ટોપ ન્યૂઝનેશનલ

પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટને પડકારતી અરજીઓ પર SC સુનાવણી કરશે, આ તારીખ નક્કી કરી…

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતના કેટલાક શહેરમાં આવેલી મસ્જીદની જગ્યાએ અગાઉ હિંદુ મંદિર હોવાના દાવા થઇ રહ્યા છે, ઘણા મામલે કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટ મહત્વની સુનાવણી કરવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ, 1991ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર 12 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની વિશેષ ખંડપીઠ આ મામલામાં દાખલ અરજી પર સુનાવણી કરશે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો, દેવતાઓની મૂર્તિઓ સળગાવી

સુપ્રીમ કોર્ટની બેન્ચ 12 ડિસેમ્બરે બપોરે 3.30 વાગ્યે સુનાવણી કરશે. અગાઉ આ સુનાવણી 5મી ડિસેમ્બરે થવાની હતી. તે દિવસે, CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ મનમોહનની બેંચ સુનાવણી પહેલા જ ઉઠી ગઈ હતી. અરજી દાખલ કરનારાઓમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, દેવકીનંદન ઠાકુર, ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.

આ કાયદો 15 ઓગસ્ટ, 1947ના રોજ ધાર્મિક સંરચનાઓની યથાસ્થિતિ જાળવી રાખવા અને તેને બદલવા માટે કાનૂની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકે છે.

અરજદારોનો દલીલ:

અરજદારોની દલીલ છે કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ મનસ્વી અને અન્યાયી છે, આ ધર્મ પાળવાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જેનાથી ભારતીય બંધારણની કલમ 14 અને 25 હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

અરજીઓ સામે અરજીઓ:

આ અરજીઓ સામે જમિયત ઉલેમા-એ-હિંદે અરજી દાખલ કરી છે. જમીયત દલીલ કરે છે કે એક્ટ વિરુદ્ધની અરજીઓ પર વિચાર કરવાથી દેશભરની મસ્જિદો વિરુદ્ધ કેસોનો સંખ્યામાં વધારો થશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન એરેન્જમેન્ટ્સ મસ્જિદ પ્રબંધન સમિતિએ પણ આ અરજીઓને ફગાવી દેવાની માંગ કરી છે.

ચાર વર્ષ પહેલા થઇ હતી પહેલી અરજી:

આ કેસની મુખ્ય અરજી 2020માં ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરી હતી. આ મામલે માર્ચ 2021માં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જવાબ દાખલ કરવા કહ્યું હતું. બાદમાં, આ બાબતે અન્ય અરજીઓ (જેમ કે વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘ અને ડૉ. સુબ્રમણ્યમ સ્વામી વગેરે) પણ આ કાયદાને પડકારતી અરજીઓ ફાઇલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Vande Bharat Express સ્લીપર ટ્રેનની ટ્રાયલ ટૂંકમાં શરૂ થશે, રેલવેમંત્રીએ આપી માહિતી

આ મામલે સરકારે હજુ સુધી પોતાનો જવાબ દાખલ કર્યો નથી. સુપ્રિમ કોર્ટમાં અનેક વખત સુનાવણી થઈ ચુકી છે અને સુપ્રીમ કોર્ટે સરકારને પોતાનો જવાબ દાખલ કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવી હતી. છેલ્લી વખત 11 જુલાઈ, 2023 ના રોજ, સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને 31 ઓક્ટોબર, 2023 સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button