એક એપિસોડ માટે આટલી ફી વસૂલે છે TMKOC નો આ કલાકાર, રોજ ખરીદી શકશો…
આસિત મોદીની કોમેડી ટીવી સિરીયલ તારક મહેતા કા ઊલટા ચશ્મા (TMKOC)ની ફેનફોલોઈંગ ખૂબ જ તગડી છે અને ટીવી સિરીયલના એક એક કલાકાર વર્ષો બાદ પણ દર્શકો ખૂબ જ પ્રેમ કરે છે. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શો 2008થી શરૂ થયો અને આજે પણ અવિરતપણે દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે આ જ શોનો એક કલાકાર એક એપિસોડ માટે એટલી ફી વસૂલે છે કે તમે દરરોજ નવી સ્ટાઈલિશ બાઈક ખરીદી શકો છો? ચાલો તમને જણાવીએ આ કલાકાર વિશે અને તેને મળતી ફી વિશે…
આ પણ વાંચો : નિર્માતા વાશુ ભગનાની સાથે છેતરપિંડી: ડિરેક્ટર સહિત ત્રણ સામે ગુનો નોંધવાનો કોર્ટનો આદેશ
આ કલાકાર બીજું કોઈ નહીં પણ શોના લીડ એક્ટર અને શોની જાન જેઠાલાલ ચંપકલાલ ગડા ઉર્ફે દિલીપ જોષી છે. દર્શકો શોના દરેકે દરેક કલાકાર સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ કરી શકે છે. આ શોમાં અત્યાર સુધી અનેક કલાકારો બદલાઈ ગયા પરંતુ દિલીપ જોષીની વાત જ અલગ છે. જેઠાલાલના કેરેક્ટરને નાના બાળકોથી લઈને તમામ લોકો ખૂબ જ પસંદ કરે છે. ચાલો જાણીએ કે આખરે દિલીપ જોષીને એક એપિસોડ માટે કેટલી ફી વસૂલવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર જેઠાલાલને એક એપિસોડ માટે 1.50 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે અને તેમની ગણતરી શોના સૌથી મોંઘા કલાકારોમાં કરવામાં આવે છે. જેઠાલાલની પોપ્યુલારિટીને કારણે મેકર્સ તેમને એટલી ફી ચૂકવે છે અને ઓડિયન્સ પણ જેઠાલાલના કેરેક્ટરમાં બીજા કોઈ કલાકારને ઈમેજિન નથી કરી શકતા.
અત્રે ઉલ્લેખનીય છે કે શોને લઈને દર થોડા સમયે કોઈને કોઈ ખટપટના રિપોર્ટ્સ સામે આવતા હોય છે, પરંતુ તેમ છતાં તેની લોકપ્રિયતાને કોઈ ઊંડી આંચ પણ નથી આવી અને આ શોની લોકપ્રિયતા જેમની તેમ જ છે.