આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપ સાથે જોડાતા જ દાઉદ સંબંધિત મિલકત મુક્ત કરાઇ: સંજય રાઉત…

મુંબઈ: એનસીપીના પ્રમુખ અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગ તરફથી તેમની જપ્ત કરાયેલી મિલકત દિલ્હી કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવી છે, એમ શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકાર પરિષદ યોજીને ભાજપને લક્ષ્ય બનાવ્યો હતો.

‘હું અજિત પવારને અભિનંદન આપું છું. મહારાષ્ટ્રમાં અમારા ઘણા નેતાઓની મિલકતને ઇડીએ આ પ્રકારે જ ટાંચ મારી છે, પણ તેઓ ભાજપમાં ગયા નહીં. તેથી તેમની મિલકતો મુક્ત કરવામાં આવી નથી. મને લાગે છે કે હવે નવાબ મલિકની મિલકતને પણ મુક્ત કરવામાં આવી શકે છે’, એમ સંજય રાઉતે કહ્યું હતું.

આ પણ વાંચો : ૩૦૦ એકરની જમીન અમારી: વક્ફ બોર્ડ

મારું પોતાનું ઘર ઇડીએ તાબામાં લીધું છે. ગામની વારસામાં મળેલી ૪૦ ગુંઠા જમીન પણ ઇડીના કબજામાં છે. તે અમે પરિશ્રમ કરીને લીધેલી જમીન છે તેથી અમને તે મુક્ત કરીને આપવા વિનંતી કરી, પણ અમારા પર પક્ષ છોડવાનું દબાણ આપવામાં આવ્યું. પક્ષ છોડશો તો જ તમારું ઘર તમને પાછું મળશે એવું કહ્યું અમને. તેમ છતાં અમે આમ કરવાનો ઇનકાર કર્યો, એમ રાઉતે વધુમાં જણાવ્યું હતું.

પ્રફુલ પટેલ ભાજપમાં જોડાતા જ આઠ દિવસમાં તેમની દોઢસોથી અઢીસો કરોડ રૂપિયાની મિલકત મુક્ત કરવામાં આલી. પ્રફુલ પટેલની તે મિલકત દાઉદ સંબંધિત છે. અમને તેનો કોઇ વાંધો નથી. ખોટા ખટલાઓ દાખલ કર્યા, પ્રફુલ પટેલને વૉશિંગ મશીનમાં નાખીને ધોયા અને પછી તેમની મિલકત મુક્ત કરી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button