ટિટવાલામાં વૃદ્ધા પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો…
મુંબઈ: ટિટવાલાની એક કોલોનીમાં શુક્રવારે મધરાતે રખડતા શ્ર્વાનોના હુમલામાં એક ૬૦ વર્ષીય વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેની હાલત બહુ ખરાબ હોવાથી તેને મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
આ પણ વાંચો : અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદ ને બહાને યુવાનો સાથે ઠગાઇ: બે જણ પકડાયા…
આ મહિલા કચરો વીણનારી અથવા ભિક્ષુક હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું. શુક્રવારે તે મહિલા રાતે ત્યાંથી જતી હતી ત્યારે વિસ્તારના ભટકતા ત્રણ-ચાર કૂતરા તેના પર ધસી ગયા હતા. બધા કૂતરાઓએ સાથે હુમલો કરતા તે મહિલા જમીન પર પડી હતી. શ્ર્વાનોએ તેને બચકાં ભરીને, તેના કપડાં ફાડીને ઘાયલ કરી દીધી હતી.
આ પણ વાંચો : પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને દંપતી સાથે 80 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…
ગંભીર રીતે ઘાયલ થયેલી વૃદ્ધા ઘટનાસ્થળે જ બેભાન થઇ ગઇ હતી. શ્ર્વાનોએ તેને ધસડીને કોલોનીમાં લઇ ગયા હતા. થોડી વારમાં અમુક રહેવાસીઓ અને ગાર્ડ મહિલાની મદદે દોડી આવ્યા હતા. એક જણે મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જઇ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. વૃદ્ધાની સ્થિતિ ગંભીર હોવાથી ઉલ્હાસનગર, કલવાની હોસ્પિટલમાં ખસેડ્યા બાદ આખરે તેને મુંબઈની જે. જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની ઓળખ હજી થઇ નથી.