હમાસના રાક્ષસો સામે લડવા માટે મારા પુત્રો તૈયાર છે: ઇઝરાયેલના ઉદ્યોગપતિનો દાવો
પેલેસ્ટાઇનના આંતકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર આક્રમણ કર્યા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલ હમાસને નેસ્તનાબૂદ કરવાના હેતુથી ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે જેને કારણે ગાઝાના મોટાભાગના વિસ્તારો કબ્રસ્તાનમાં ફેરવાઇ ગયા છે. ચારેય બાજુ ઇમારતોના કાટમાળ અને ધુમાડા નજરે પડી રહ્યા છે.
એવામાં ઇઝરાયેલમાં સ્થિત એક અમેરિકાના ઉદ્યોગપતિ માઇકલ ઇસેનબર્ગે ખુલાસો કર્યો હતો કે કઇરીતે તેના 2 પુત્રો હમાસ સામે લડવા માટે તૈયારી કરી રહ્યા છે અને તેમના પિતરાઇ ભાઇએ યુદ્ધમાં પહેલેથી જ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. માઇકલ ઇસેનબર્ગ 700 મિલિયન પાઉન્ડની કંપનીના માલિક છે. વર્ષ 1993માં તેઓ અમેરિકાથી ઇઝરાયેલ આવ્યા હતા. તેમના પત્ની યાફા અને 8 બાળકો સાથે તેઓ યેરુશાલેમમાં વસ્યા હતા.
Abbey Onn link to @MSNBC interview https://t.co/tpzrC09ni4 pic.twitter.com/ju7QUHpwqt
— Michael Eisenberg (@mikeeisenberg) October 10, 2023
એક વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઇઝરાયેલમાં કઇ રીતે ધનસંપત્તિ વગેરેની પરવા કર્યા વગર તમામ સામાજીક વર્ગો દેશ સામે ઉભા થયેલા મોટા સંકટ સામે લડવા એકસાથે આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે તેમના બંને પુત્રો ઇઝરાયેલની સેના સાથે કામ કરી રહ્યા છે. તેમજ પરિવારના અન્ય સભ્યો પણ યુદ્ધમાં જોતરાવાની તૈયારી કરી રહ્યા છે.
દુનિયા હવે સમજવા લાગી છે કે હમાસ એક જાનવર અને કસાઇથી કમ નથી. અમે અમારી આઝાદી અને યહુદીઓની સુરક્ષા માટે લડવા તૈયાર છીએ. મને ખુવારી જોઇને ખૂબ જ દુ:ખ અને ગુસ્સો આવી રહ્યો છે પરંતુ મને વિશ્વાસ છે કે અમે જીતીશું. 52 વર્ષના ઇસેનબર્ગે X પર તેમના શહીદ થયેલા પિતરાઇ ભાઇને યાદ કરતી પોસ્ટ પણ મુકી હતી.