ચંદ્રપુરમાં મતપત્ર દ્વારા ચૂંટણી યોજવાનો કૉંગ્રેસનો ઠરાવ
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં કૉંગ્રેસ એકમ દ્વારા શનિવારે ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ મતપત્ર દ્વારા યોજવા માટે ઠરાવ પસાર કર્યો હતો અને તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારની હાર માટે ઇવીએમને જવાબદાર ઠરાવ્યા હતા.
ચંદ્રપુર જિલ્લાના કૉંગ્રેસને પ્રમુખ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સુભાષ ધોતેએ આક્ષેપ કર્યો હતો કે બોગસ મતદારોના રજિસ્ટ્રેશનને અટકાવવામાં પોલીસ નિષ્ફળ ગઇ હતી.
આ પણ વાંચો: ચંદ્રપુરમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની શંકા
‘ઇવીએમને દૂર કરી ભવિષ્યની ચૂંટણીઓ મતપત્ર દ્વારા યોજવા અંગે અમે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ કૉંગ્રેસ પક્ષને મોકલવામાં આવશે’, એમ ધોતેએ પત્રકારોને જણાવ્યું હતું.
રાજુરા મતક્ષેત્રમાંથી જપ્ત કરાયેલા ૬૦ લાખ રૂપિયાને ભાજપના દબાણના કારણે પોલીસે હજી મુક્ત કર્યા નથી, એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો: ચંદ્રપુરમાં પણ બદલાપુરવાળી
ચંદ્રપુરનાં સાંસદ પ્રતિભા ધનોરકર અને અન્ય પાંચ કૉંગ્રેસી નેતાઓની મહાયુતિના ઉમેદવારો સામે હાર થઇ હતી.
રાજુરામાં ચૂંટણી પહેલા ૬,૮૦૦ બોગસ મતદારોના રજિસ્ટ્રેશન અંગે પોલીસ કોઇ માહિતી આપવા તૈયાર નથી. ઇવીએમને કારણે આ ચૂંટણીમાં કૉંગ્રેસની હાર થઇ હતી. વિવિધ વિસ્તારોમાં ભાજપ તરફી મતદારો હોવા છતાં તેમના જ ઉમેદવાર જીત્યા હતા, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)