સ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને આ ખાસ ફૂલો ચઢાવો, તે ખુશ થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે

આ વર્ષે શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ 15 ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. મા દુર્ગાના ભક્તો આ નવ દિવસીય ઉત્સવને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. આસો મહિનામાં આવતી નવરાત્રિ શારદીય છે, જે આસો માસની શુક્લ પક્ષની પ્રથમથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન, ભક્તો મા દુર્ગા અને તેમના નવ અવતાર – નવદુર્ગાની પૂજા કરે છે.

એમ કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન માતાના ચરણોમાં કોઈપણ પ્રકારના ફૂલ ચઢાવવાને બદલે જો તમે માતાને એવા ફૂલો અર્પણ કરવામાં આવે , જે તેમને ખૂબ જ પ્રિય છે, તો દેવી માતા તમારી મનોકામના પૂર્ણ કરશે.


નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તમે માતા દુર્ગાને જાસવંતીનું ફૂલ અર્પણ કરી શકો છો, જે વિવિધ રંગોમાં આવે છે. આ દિવસો દરમિયાન, દેવી માતાની ભક્તો પૂજા કરે છે, તેમને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભોજનની ભેટ ધરાવે છે અને આરતી કરે છે. અન્ય પૂજા સામગ્રીની જેમ પૂજાના આ નવ દિવસો દરમિયાન ફૂલ ચઢાવવાનું પણ વિશેષ મહત્વ છે.


જાસવંતી દેવી દુર્ગાનું પ્રિય ફૂલ છે. માતાને જાસવંતીનું ફૂલ ચઢાવવાથી માતા ભક્તો પ્રત્યે પ્રસન્ન થાય છે. દેવી પુરાણ અનુસાર મા દુર્ગાને જાસવંતીના ફૂલ ચઢાવવાથી ખૂબ જ લાભ થાય છે. જાસવંતીના ફૂલમાં મા દુર્ગાનો વિશેષ વાસ માનવામાં આવે છે. આ ફૂલ નવગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.


ફૂલનો લીલો ભાગ બુધ અને કેતુનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળને કેસરી ભાગમાં દર્શાવવામાં આવ્યો છે. લોહીનો રંગ સૂર્યનું પ્રતિક માનવામાં આવે છે. ફૂલના અંકુરણ સમયે ગુરુનો વાસ માનવામાં આવે છે. અંકુરણના મધ્ય ભાગમાં રાહુ અને છેલ્લા ભાગમાં શનિનો વાસ છે. એવું માનવામાં આવે છે કે ચંદ્ર ફૂલના બીજ ભાગમાં રહે છે. જાસવંતીનું ફૂલ ચઢાવ્યું એટલે તમે નવે ગ્રહને ખુશ કરી દેશો. ાતા ખુશ થશે તો તમને આશિર્વાદ મળશે.

નવરાત્રિના સમયે દુર્ગા માતાને ખઆસ જાસવંતીનું ફૂલ ચઢાવો. તમારી મનોકામના પૂર્ણ થશે અને તમને માતાના આશિર્વાદ પણ પ્રાપ્ત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker