‘ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લુંટવામાં આવી રહ્યા છે’, GST બાબતે રાહુલ ગાંધીના પ્રહાર
નવી દિલ્હી: ભાજપ સાશિત કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સવિસ ટેક્સ (GST) લાગુ કર્યો ત્યારથી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં એવા હેવાલો છે કે કેન્દ્ર સરકાર GSTના દરોમાં વધારો કરી શકે છે.
આ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે. X પરની પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે ધનપતિઓને છૂટ આપવા અને સામાન્ય લોકોને લૂંટવાનું બીજું ઉદાહરણ જુઓ. એક તરફ, કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે. બીજી તરફ મોદી સરકાર ગબ્બર સિંહ ટેક્સમાંથી વધુ વસૂલ કરવાની તૈયારી કરી રહી છે.
આપણ વાંચો: INDI ગઠબંધનમાં પડી રહ્યા છે ગાંઠાઃ રાહુલ ગાંધીનો વિકલ્પ શોધી રહ્યા છે સાથીપક્ષો?
‘આ ઘોર અન્યાય છે.”
તેમણે X પરની લખ્યું કે સાંભળવામાં આવી રહ્યું છે કે GSTથી સતત વધી રહેલા કલેક્શન વચ્ચે સરકાર નવો ટેક્સ સ્લેબ લાવવા જઈ રહી છે. આના દ્વારા જરૂરી વસ્તુઓ પર GST વધારવાની યોજના છે. લગ્નની સિઝન ચાલી રહી છે.
ક્યારથી લોકો દરેક એક એક પૈસો એકઠા કરતા કરશે અને આ દરમિયાન સરકાર 1500 રૂપિયાથી વધુના કપડા પરનો જીએસટી 12% થી વધારીને 18% કરવા જઈ રહી છે. આ ઘોર અન્યાય છે. અબજોપતિઓને ટેક્સમાં છૂટ આપવા અને તેમની મોટી લોન માફ કરવા માટે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની મહેનતના પૈસા ટેક્સમાંથી લૂંટવામાં આવી રહ્યા છે.”
આપણ વાંચો: સંભલ જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો, પ્રિયંકા ગાંધી પણ સાથે
રાહુલ ગાંધીએ લખ્યું કે અમારી લડાઈ આ અન્યાય સામે છે. સામાન્ય લોકો પર ટેક્સના બોજ સામે અમે અવાજ ઉઠાવીશું અને આ લૂંટને રોકવા માટે સરકાર પર દબાણ લાવીશું.
બોર્ડની સ્પષ્ટતા:
રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ ફરી એકવાર GSTને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સર અને કસ્ટમ્સ દ્વારા GST દરોમાં ફેરફાર અંગેની અટકળોને નકારી કાઢવામાં આવી હતી.
બોર્ડે કહ્યું હતું કે GST કાઉન્સિલે હજુ સુધી GST દરમાં કોઈ ફેરફાર અંગે ચર્ચા કરી નથી. કાઉન્સિલને ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની ભલામણો પણ મળી નથી.