મનોરંજન

કોનાથી ડર લાગે છે મિસ્ટર પરફેક્શનનિસ્ટ, જાહેર કરી દીધું નામ…


58 વર્ષીય એક્ટર આમિર ખાનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના એક્ટરમાં થાય છે અને એનાથી પણ ચોંકાવનારો ખુલાસો તો હાલમાં જ એક્ટરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં એક્ટરે જણાવ્યું હતું કે તેને કોનાથી સૌથી વધુ ડર લાગે છે? તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈને કે આખરે એ વ્યક્તિ છે કોણ કે જેનાથી મિસ્ટર પરફેક્શનિસ્ટને ડર લાગે છે? તો તમારી જાણ માટે કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એક્ટરનો મોટો દીકરો જુનૈદ છે.


અહીંયા તમારી જાણ માટે કે એક્ટરને પહેલી પત્ની રીના દત્તથી બે સંતાન છે જેમાં દીકરી આયરા અને દીકરા જુનૈદનો સમાવેશ થાય છે. જુનૈદ 30 વર્ષનો થઈ ગયો છે અને પોતાના દીકરાથી જ એક્ટર ગભરાય છે. આમિરે હાલમાં જ આ બાબતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.


ઈન્ટરવ્યુમાં આમિરે જણાવ્યું હતું કે આજે પણ મારો દીકરો જુનૈદ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરે છે. જુનૈદ થોડો અલગ છે અને તેને બધું પોતાની જાતે જ કરવું હોય છે. હું ક્યારથી એના માટે એક સરસ કાર ખરીદવા માંગુ છું, પણ મને એ કાર ખરીદવા નથી દેતો. એ પોતાની લાઈફ પોતાની રીતે જીવવામાં જ વિશ્વાસ રાખે છે.


આમિરે જણાવ્યું હતું કે જો તેને સૌથી વધુ ડર કોઈથી લાગતો હોય તો તે જુનૈદ જ છે. જુનૈદ સાથેની મીટિંગમાં જો આમિર જરાક સરખો પણ મોડો પડે તો તે તરત જ આમિરને ખખડાવી નાખે છે અને આ જ કારણે આમિર જુનૈદ સાથેની મીટિંગ દરમિયાન સમય કરતાં પહેલાં પહોંચી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી પત્ની સાથેના છુટાછેડા બાદ પણ આમિર પોતાના સંતાનોથી ખૂબ જ ક્લોઝ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button