આમચી મુંબઈમહારાષ્ટ્ર

વડા પ્રધાન મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! મુંબઈ પોલીસ દોડતી થઇ

મુંબઈ: પોલીસને આજે શનિવારે એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેને કારણે ખળભળાટ મચી ગયો હતો. મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો દાવો (Death threat for PM Modi) કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ આ મેસેજ રાજસ્થાનના અજમેરમાં નોંધાયેલા નંબર પર જોવા મળ્યો હતો, મુંબઈ પોલીસે શંકાસ્પદની પકડવા માટે એક ટીમને તાત્કાલિક રવાના કરી છે. મેસેજમાં વડા પ્રધાન મોદીને ટાર્ગેટ બનાવીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.

ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મેસેજ અંગે તપાસ શરુ કરી છે. પોલીસનું માનવું છે કે મેસેજ મોકલનાર માનસિક રીતે અસ્વસ્થ હશે અથવા દારૂના નશામાં હોઈ શકે છે, જોકે વધુ તપાસ ચાલુ છે.

આપણ વાંચો: દિલ્હી મેટ્રોમાં કેજરીવાલ પર ધમકીભર્યો મેસેજ લખનાર યુવકની ધરપકડ, જાણીતી બેંકનો કર્મચારી છે

સલમાન ખાનને ધમકી:

મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈનને અગાઉ ઘણા ફેક ધમકીના મેસેજ મળી ચુક્યા છે. છેલ્લા 10 દિવસમાં મુંબઈ ટ્રાફિક પોલીસને એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીના 2 મેસેજ મળ્યા છે.

શુક્રવારે મોકલવામાં આવેલ લેટેસ્ટ મેસેજમાં લખવામાં આવ્યું હતું: “જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે મંદિર (રાજસ્થાનમાં બિશ્નોઈ સમુદાયના મંદિર)માં જઈને સમુદાયની માફી માંગવી જોઈએ અથવા ₹5 કરોડ ચૂકવવા જોઈએ. જો તે આવું નહીં કરે, તો અમે તેને મારી નાખીશું. બિશ્નોઈ ગેંગ હજુ પણ સક્રિય છે.”

આપણ વાંચો: Mumbai Policeને ફરી મળ્યો ધમકીભર્યો મેસેજ, શહેરમાં 6 જગ્યાએ ‘Bomb’, ગમે ત્યારે ફૂટી શકે છે

સલમાન ખાનને અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. બિશ્નોઈ પોતે હત્યાના પ્રયાસ અને ખંડણી સહિતના કેસોમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તેની ગેંગના શંકાસ્પદ સભ્યોએ એપ્રિલમાં બાંદ્રામાં આવેલા સલમાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button