બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો, દેવતાઓની મૂર્તિઓ સળગાવી
કોલકત્તા: બાંગ્લાદેશમાં રાજકીય અરાજકતા બાદ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળ વચગાળાની સરકાર રચાઈ છે, છતાં બાંગ્લાદેશમ લઘુમતી હિંદુના મંદિર પર હુમલા અટકી (Attack on Hindu Temples of Bangladesh) નથી રહ્યા. બાંગ્લાદેશના ઢાકાની પાસે આવેલા ઈસ્કોન સેન્ટરમાં આગ લગાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ઈસ્કોન સેન્ટરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિને પણ બાળી દેવામાં આવી છે. મંદિરમાં રાખેલી બાકીની ઘણી વસ્તુઓ પણ બળી ગઈ હતી.
અહેવાલ મુજબ આગમાં નમહટ્ટાનું ઈસ્કોન સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હુમલા થઈ રહ્યા છ, ઘણા હિંદુ મંદિરો અને સંતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
સતત ટાર્ગેટેડ હુમલા:
ઇસ્કોન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટ રાધરમ્ન દાસે જણાવ્યું હતું કે સમુદાયના સભ્યો અને વૈષ્ણવ ધર્મના સભ્યો પર સતત ટાર્ગેટેડ હુમલા થઇ રહ્યા છ, તેમણે કહ્યું કે તોડફોડ કરનારાઓએ નમહટ્ટાના મંદિરની અંદરની મૂર્તિઓને સળગાવી દીધી હતી.
તેમણે એક્સ હેન્ડલ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં ઇસ્કોન નમહટ્ટા સેન્ટર બળી ગયું. શ્રી શ્રી લક્ષ્મી નારાયણના દેવતાઓ અને મંદિરની અંદરની તમામ વસ્તુઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. આ કેન્દ્ર ઢાકામાં આવેલું છે. આજે વહેલી સવારે 2-3ની વચ્ચે ટોળાએ શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર અને શ્રી શ્રી મહાભાગ્ય લક્ષ્મી નારાયણ મંદિરને આગ લગાડી. આ મંદિર હરે કૃષ્ણ નમહટ્ટ સંઘ હેઠળ આવે છે, જે ઢાકા જિલ્લાના તુરાગ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ધૌર ગામમાં સ્થિત છે.”
તેમણે અગાઉ કહ્યું હતું કે, “ઇસ્કોન ઇન્ડિયાએ બાંગ્લાદેશમાં હિંદુઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બાંગ્લાદેશના તેના સાધુઓ અને અનુયાયીઓને ‘તિલક’ ન કરવા કહેવામાં આવ્યું છે.”
આ પણ વાંચો…ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…
ચિન્મય દાસની ધરપકડ:
ઈસ્કોન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટે હિંદુ સમુદાયના નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ, અને ત્યાર બાદ તેમના જામીન નકારવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સંહિતા સનાતની જાગરણ જોટ સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની 25 નવેમ્બરે ઢાકામાં ‘દેશદ્રોહ’ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 31 ઓક્ટોબરના રોજ એક સ્થાનિક રાજકારણીની ફરિયાદ બાદ કરવામાં આવી હતી, જેમાં ચિન્મય દાસ અને અન્ય લોકો પર હિન્દુ સમુદાયની એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.