આમચી મુંબઈમહારાષ્ટ્ર

MVA ના વિધાનસભ્યો શપથ નહીં લે! આદિત્ય ઠાકરેએ ફરી EVM પર સવાલ ઉઠાવ્યા…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર (Maharashtra assembly session) આજથી શરૂ થયું છે. પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શપથ લેવડાવ્યા હતા અને ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારને વિધાનસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા. દરમિયાન, શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે (Aditya Thackray)એ કહ્યું કે અમારી પએરીના જીતેલા વિધાનસભ્યો શપથ નહીં લે.

આ પણ વાંચો : કર્ણાક, ગોખલે અને વિક્રોલી બ્રિજ ચોમાસા પહેલા ખુલ્લા મુકાશે

EVM પર શંકા:

મીડિયા સાથે વાત કરતા શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ‘આજે અમે નિર્ણય લીધો છે કે અમારા જીતેલા વિધાનભ્યો શપથ નહીં લે. જો આ જાહેર જનાદેશ હોત તો લોકો ખુશ થયા હોત અને ઉજવણી કરી હોત, પરંતુ ક્યાંય લોકોએ આ જીતની ઉજવણી કરી નથી. અમને EVM પર શંકા છે.’

અજીત પવારનો જવાબ:

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારે કહ્યું કે અહીં આવા આરોપો લગાવવાનો કોઈ ફાયદો નથી. તમારે ચૂંટણી પંચ પાસે જવું જોઈએ. જો ત્યાં ન્યાય ન મળે તો તેઓએ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.

શિવસેનાની પ્રતિક્રિયા:

શિવસેનાના નેતા મનીષા કાયંદેએ કહ્યું કે મહા વિકાસ અઘાડી ખૂબ જ બાલિશ કૃત્યો કરી રહી છે. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે અને તે પછી તે ઈલેક્ટ્રોનિક મશીનોની માંગણી કરી શકશે, જો આવું ચાલતું રહેશે તો દેશમાં ક્યાંય પણ સરકાર નહીં બને. જે રીતે ચૂંટણી યોજાઈ તે લોકશાહી ઢબે થઈ. તમામ ચૂંટાયેલા વિધાનસભ્યો આજે શપથ લેશે અને ત્યારબાદ ત્રણેય પક્ષોના નેતાઓ સાથે બેસીને નિર્ણય લેશે, તેની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : પશ્ર્ચિમ રેલવેમાં શનિ-રવિની રાતે બ્લોક રવિવારે મધ્ય-હાર્બર લાઇનમાં બ્લોક

મહાયુતીની જંગી જીત:

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી જીત મળી હતી, મહાયુતિએ રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 230 પર જીત મેળવી છે. આ પછી, ભાજપના દેવેન્દ્ર ફડણવીસે 5 ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, જ્યારે એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button