એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં (IND vs AUS 2nd Test) રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. ભારતીય ટીમ આ પિંક બોલ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલીયાની ટીમ 337 રનમાં ઓલઆઉટ થઇ ગઈ. ઓસ્ટ્રેલિયાને 157 રનની લીડ મળી ચુકી છે. આમ હાલ ઓસ્ટ્રેલિયા મજબુત સ્થિતિમાં દેખાઈ રહી છે.
આજે ટ્રેવિસ હેડે આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે 141 બોલમાં 140 રનની શાનદાર ઇનિંગ રમી. આ ઉપરાંત ઉસ્માન ખ્વાજાએ 13, નાથન મેકસ્વીનીએ 39, માર્નસ લાબુશેને 64 અને સ્ટીવ સ્મિથે 2, મિચેલ માર્શે 9, એલેક્સ કેરીએ 15 અને પેટ કમિન્સે 18 રન, મિચેલ સ્ટાર્કે 18, નાથન લાયને 4 રન અને સ્કોટ બોલેન્ડે 0 રન બનાવ્યા.
Also read: વિકેટકીપિંગમાં પંતની હાજરીથી બુમરાહને શું નુકસાન થયું છે?
ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. નીતીશ રેડ્ડી અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ ગુમાવી:
ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી. ઉસ્માન ખાસજા 13 રન બનાવીને આઉટ થયો હતો, ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 24 રનના સ્કોર પર પડી હતી.
આજે મેચના બીજા દિવસે જસપ્રીત બુમરાહે ભારતને બીજી સફળતા અપાવી. બુમરાહે નાથન મેકસ્વીને પંત રન પર કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાના સ્કોરકાર્ડમાં માત્ર 12 વધુ રન જોડાયા હતા અને સ્ટીવ સ્મિથ પણ બુમરાહના બોલ પર આઉટ થયો, તે પંતના હાથે કેચ થયો હતો. સ્મિથના આઉટ થયા પછી, ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ઇનિંગને આગળ વધારી અને સ્કોરને 168 સુધી લઈ ગયા, પરંતુ લાબુશેન (64) નીતીશ રેડ્ડીના બોલ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો. મિશેલ માર્શ (9) રન બનાવીને અશ્વિનના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો.
ત્યાર બાદ એલેક્સ કેરીને સિરાજે આઉટ કર્યો, કેરીએ 15 રન બનાવ્યા. ત્યાર બાદ સિરાજે ભારતને મોટી સફળતા અપાવી, સિરાજે હેડને બોલ્ડ આઉટ કર્યો. ત્યાર બાદ બુમરાહને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સની વિકેટ લીધી, સ્ટાર્ક 18 રન પર મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો, ત્યાર બાદ સ્કોટ બોલેન્ડે ખાતું ખોલાવ્યા વગર સિરાજના બોલ પર બોલ્ડ થયો. પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ રહ્યા બાદ હવે ભારતીય બેટ્સમેનો પાસે મેચને બચાવવાનો મોકો છે.