31મી ડિસેમ્બર સુધી હોટલ, પબ, ક્લબમાં જતી વખતે સાવચેત રહો…
મુંબઇઃ ડિસેમ્બર મહિનો આવે એટલે નાના-મોટા યુવાનિયાઓ અને બધા જ પાર્ટી મૂડમાં આવી જાય છે અને 31મી ડિસેમ્બરની પાર્ટી એટલે કે નવા વર્ષની ઉજવણીની કાગડોળે રાહ જોવા માંડે છે. કેટલાક લોકો ઘરમાં મિત્રો સાથે પાર્ટી મનાવે છે તો કેટલાક લોકો બહાર ફરવા જાય છે. કેટલાક લોકો હોટેલ રેસ્ટોરેન્ટમાં સેલિબ્રેશનનો પ્લાન બનાવતા હોય છે. વીતતા વર્ષને વિદાય આપવા અને આવતા નવા વર્ષનું સ્વાગત કરવા લોકો 31 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે. હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં પણ આ દિવસે પાર્ટી, ડાન્સ, ખાણીપીણીનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે આ પૃષ્ઠભૂમિમાં FDAએ એક મોટું પગલું ભર્યું છે.
આ વર્ષે પાર્ટી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓ હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબ્સ પર કડક નજર રાખશે જેથી હલકી ગુણવત્તાવાળા ખોરાકની સપ્લાય અને ફૂડ પોઈઝનિંગનો કોઇ અનિચ્છનીય બનાવ ના બને. FDAએ આ માટે 31 ડિસેમ્બર સુધી મુંબઈમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં વિશેષ નિરીક્ષણ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
Also read: પુણેના પાલક પ્રધાન કોણ અજિત પવાર કે ચંદ્રકાંત પાટીલ?
આ અભિયાન દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબ અને કેન્ટીનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના હેઠળના નિયમો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. તમામ આસિસ્ટન્ટ કમિશનરો (ફૂડ) અને ફૂડ સેફ્ટી ઓફિસરોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે.