Delhi માં વહેલી સવારે વેપારીની ગોળી મારીને હત્યા, આપે ભાજપ પર નિશાન તાક્યું
નવી દિલ્હી : દિલ્હીના(Delhi)ફરશ બજાર વિસ્તારમાં શનિવારે સવારે બે વ્યક્તિએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી હતી. મામલાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ સુનિલ જૈન તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા બે વ્યક્તિએ ગોળી મારી દીધી હતી. શાહદરાના ડીસીપી પ્રશાંત ગૌતમના જણાવ્યા અનુસાર ક્રાઈમ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઘટના બાદ દિલ્હી સરકારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે
યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે એક વ્યક્તિને ગોળી મારવામાં આવી
સુનિલ જૈન પર શનિવારની સવારે ફરસ બજાર સ્થિત યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. મૃતક વેપારી કૃષ્ણનગરમાં રહેતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે સવારે પોલીસને યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હોવાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ સુનીલ જૈનને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
Also read:
મંત્રી સૌરભ ભારદ્વાજે એક્સ પર લખ્યું
દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે તેના પર લખ્યું છે કે તેમણે તેમને રોક્યા અને તેમના પર ગોળીબાર કર્યો. 6 થી 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તમામ ગોળીઓ સંજય જૈનને વાગી હતી.
Also read:
કેજરીવાલે કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું જંગલરાજ
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૌરભ ભારદ્વાજની એક્સ-પોસ્ટ ફરી પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘અમિત શાહ જીએ દિલ્હીને બરબાદ કરી દીધું છે. દિલ્હીને જંગલરાજ બનાવ્યું. આસપાસના લોકો આતંકનું જીવન જીવી રહ્યા છે. ભાજપ હવે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહી નથી. દિલ્હીની જનતાએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે.