નિયમો બધા માટે સરખા પછી તે કોઇ પણ હોય….
દિશા પટણીનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલમાં એરપોર્ટ પર સિક્યુરિટી પાસે પહોંચી છે. પરંતુ અચાનક એરપોર્ટ સ્ટાફ તેને ત્યાં રોકે છે અને તેની પાસેથી ઓરિજનલ આધાર કાર્ડની માંગણી કરે છે. દિશા પાસે તેની પોતાની બેગ પણ નહોતી આથી તે તેના પાછળના સ્ટાફને બેગ આપવા કહે છે અને પછી તે એમાંથી ડોક્યુમેન્ટ શોધે છે. ત્યારબાદ અભિનેત્રીને અંદર પ્રવેશ મળે છે.
આ પહેલા પણ દિશાની મિત્ર મૌની રોયનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેને એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવી હતી. એવું કહેવાય છે કે સુરક્ષા કર્મચારીઓએ તેને એરપોર્ટ પર પ્રવેશવાની ના પાડી દીધી કારણ કે તે તેનો પાસપોર્ટ ભૂલી ગઈ હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશાની આગામી ફિલ્મોમાં કલ્કી 2898 – એડી, કે ટીના, મલંગ 2, યોદ્ધા જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિશા પટણી આવતા વર્ષે રિલીઝ થનારી ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે પણ ચર્ચામાં છે.