ઇન્ટરનેશનલ

ઇઝરાયલની જે યુવતીની પરેડનો વીડિયો વાઇરલ થયો હતો તે જીવિત હોવાનો દાવો…

ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ હમાસના આતંકવાદીઓ એક સંગીત સમારોહમાં ઘૂસી ગયા હતા. તેઓએ અહીં ઓછામાં ઓછા 260 લોકોની હત્યા કરી હતી. તેઓએ અહીંથી મોટી સંખ્યામાં લોકોનું અપહરણ પણ કર્યું હતું. સોશિયલ મીડિયા લોકો સાથે આતંકવાદીઓની બર્બરતાના વીડિયો અને તસવીરોથી ભરેલું છે.

આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેણે આખી દુનિયાને હચમચાવી દીધી. આ વીડિયોમાં હમાસના આતંકીઓ એક યુવતીને નિર્વસ્ત્ર કરીને તેના શરીર પર બેસીને સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. તેઓ તેના શરીર પર થૂંકતા હતા તેમજ એક ટ્રકમાં તેને મૂકીને તેની પરેડ પણ કાઢી હતી. જેની ઓળખ થતા તેનું નામ શાની હોવાનું જાણવા મળ્યું હતું.

તેના પરિવાર તેને તેના ટેટૂ અને વાળથી ઓળખી હતી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ શાનીની હત્યા કરી હતી અને જે પરેડ કરી હતી એ તેનો મૃતદેહ હતો. પરંતુ હવે શાનીની માતા રિકાર્ડાએ ઇન્ટરનેટ પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો અને કહ્યું હતું કે મારી પાસે હવે પુરાવા છે કે તે જીવિત છે પરંતુ તેની સ્થિતિ ‘ખૂબ જ ગંભીર’ છે. રિકાર્ડાએ એમ પણ કહ્યું હતું કે ‘દરેક મિનિટ મહત્વપૂર્ણ છે’ કારણ કે તેની પુત્રીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેણે હવે જર્મન સરકારને વિનંતી કરી છે કે તે તેની પુત્રીને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં મદદ કરે. નોંધનીય છે કે શાની દક્ષિણ ઇઝરાયલમાં ગાઝા બોર્ડર પાસે એક સંગીત સમારોહમાં ભાગ લઈ રહી હતી ત્યારે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા તેના પર હુમલો કરીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

શાનીના પરિવારે એમ પણ જણાવ્યું હતું કે તેમને બેંક તરફથી માહિતી મળી છે કે તેમની પુત્રીના ક્રેડિટ કાર્ડનો ગાઝામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કો એ જીવિત હોવાની પૂરી સંભાવનાઓ છે. ત્યારે મારી જર્મન સરકારને અપીલ છે કે અધિકારક્ષેત્રના પ્રશ્ન પર ચર્ચા ન થવી જોઈએ. શાનીને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ.

https://twitter.com/AMTVNEWSS/status/1710844819310870779?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1710844819310870779%7Ctwgr%5Ebf5625df06f9034b36ae49e461c0548ccd432dd8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.opindia.com%2F2023%2F10%2Fdead-woman-paraded-naked-by-hamas-terrorists-identified-as-german-tourist%2F

હમાસે શનિવારે સવારે ઈઝરાયલ પર 5000 રોકેટ ફાયર કરીને હુમલો કર્યો હતો. આ પછી તેના આતંકવાદીઓ દેશના દક્ષિણ ભાગમાં ઘૂસી ગયા હતા. અહીં તેઓએ લોકોનો નરસંહાર કર્યો અને 150થી વધુ લોકોનું અપહરણ કર્યું. અપહરણ કરાયેલા લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. મોટાભાગના અપહરણ સંગીત સમારોહમાંથી થયા છે. અહીં શાની ઉપરાંત લગભગ 3500 યુવાનો હાજર હતા. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1200 ઈઝરાયલી લોકોના મોત થયા છે. જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button