ખેડૂતો માર્ચ મુદ્દે કોંગ્રેસ નેતા Rahul Gandhi નું નિવેદન, કહ્યું અન્ન દાતા..
નવી દિલ્હી : પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડર પર ખેડૂતોની દિલ્હી તરફની કૂચ હાલ બે દિવસ મોકૂફ રાખવામાં આવી છે.101 ખેડૂતોના સમૂહે શુક્રવારે દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. જો કે, તેને આગળ જતાં અટકાવવામાં આવી હતી. હરિયાણા પોલીસે તેમને રોકવા ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
જેમાં 15 ખેડૂતો ઘાયલ થયા છે. જયારે અંબાલા જિલ્લા પ્રશાસને એક જગ્યાએ 5 કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન હરિયાણાની સરહદ પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ મુદ્દે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ( Rahul Gandhi)આ અંગે નિવેદન આપ્યું છે.
આપણ વાંચો: Farmers Protest: ખેડૂતોએ હાલ કૂચ મોકુફ રાખી, સરકારને બે દિવસનો સમય આપ્યો…
રાહુલ ગાંધીએ કહ્યું સરકારે સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું, ‘ખેડૂતો દિલ્હી આવીને સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવા અને પોતાનું દર્દ વ્યક્ત કરવા માંગે છે. તેમના પર ટીયર ગેસના શેલ છોડવા અને તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ નિંદનીય છે. સરકારે તેમની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ.
અન્ન દાતાઓની દુર્દશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે દેશમાં દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર છે. મોદી સરકારની અતિસંવેદનશીલતાને કારણે પ્રથમ ખેડૂત આંદોલનમાં 700થી વધુ ખેડૂતોની શહાદતને દેશ ભૂલી શક્યો નથી.
શું છે ખેડૂતોની માંગ?
આપણ વાંચો: Farmers Protest: ખેડૂતોએ શંભુબોર્ડર પર લાગેલા બેરીકેડ હટાવ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડયા
તેણે આગળ લખ્યું, ‘અમે ખેડૂતોની દુર્દશા સમજીએ છીએ અને તેમની માંગણીઓનું સમર્થન કરીએ છીએ. સરકારે સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ MSPની કાયદેસર ગેરંટી, MSP 1.5 ગણી ખેત પેદાશનો ભાવ, લોન માફી સહિતની તમામ માંગણીઓ તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ. દેશ ત્યારે જ સુખી થશે જ્યારે અન્નદાતાઓ ખુશ હશે. તમને જણાવી દઈએ કે ખેડૂતોની કેટલીક માંગણીઓ છે.
આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂત પરિવારોને વળતર આપો
જેમાં એમએસપી ગેરંટીનો કાયદો બનાવવો, સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પર કિંમત નક્કી કરવી, ખેડૂતોની લોન માફી, જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ, વિદ્યુત સુધારા બિલ 2020ને રદ કરવો તપાસનો સમાવેશ થાય છે.
લખીમપુર ખેરી ઘટનાના દોષિતોને સજા, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂત પરિવારોને વળતર અને આ મુદ્દે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને રાજ્યસભામાં બોલવાની માંગ કરવામાં આવી છે.