Bangladesh માં હિંદુઓ પરના હુમલા અંગે ચીફ ઈમામની આકરી પ્રતિક્રિયા, હુમલા બંધ કરવાની કરી માંગ
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડો.ઓમર અહેમદ ઈલ્યાસીએ પણ હિન્દુઓ પર હુમલા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે તાત્કાલિક બંધ થવો જોઈએ.
તાત્કાલિક ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે
ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડો.ઓમર અહેમદ ઈલ્યાસીએ કહ્યું કે, હું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારની નિંદા કરું છું. ભારતે હંમેશા તેમને સમર્થન આપ્યું છે. આજના સંજોગોને ધ્યાનમાં લઈએ તો ત્યાં શાંતિ હોવી જોઈએ. હિંદુઓ પર થતા અત્યાચારો બંધ થવા જોઈએ. હું યુનુસ સાહેબને કહેવા માંગુ છું કે તેઓ તાત્કાલિક ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે.
તિરંગાનું અપમાન તાત્કાલિક બંધ કરવું જોઈએ
આપણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વચ્ચે મોહમ્મદ યુનુસની સૌહાર્દની સુફિયાણી વાતો; કહ્યું સત્ય કઈક અલગ
આ અગાઉ, પૂર્વોત્તર રાજ્યના મુસ્લિમ સંગઠન ત્રિપુરા ગૌસિયા સમિતિએ બાંગ્લાદેશમાં ભારતના રાષ્ટ્રધ્વજના અપમાનની ઘટનાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.
ત્રિપુરા ગૌસિયા કમિટીના પ્રમુખ અબ્દુલ બારિકે કહ્યું કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અશાંતિથી અમે ચિંતિત છીએ. સનાતન ધર્મમાં માનનારા લોકો પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. તેમની મિલકતો બાળવામાં આવી રહી છે. આ અત્યંત નિંદનીય છે.
આપણ વાંચો: નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ: ત્રણ બાંગ્લાદેશી પકડાયા
તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને દિલ દુભાય છે. અમે આવી ઘટનાઓ પર તાત્કાલિક રોક લગાવવા ઈચ્છીએ છીએ અને આવી ઘટનાઓ દર્શાવતા વીડિયો અંગે સ્પષ્ટતા ઈચ્છીએ છીએ.