ગરવી ગુજરાત ભવનનું‘16મી GRIHA સમિટ’માં ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માન
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના મધ્યમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્યભવન ‘ગરવી ગુજરાત ભવન’ (Garvi Gujarat Bhavan)ને GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
દેશની રાજધાનીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર આઇકોનીક ગરવી ગુજરાત ભવનને સંકલિત આવાસ માટે ગ્રેન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ ઍસેસમેન્ટ GRIHA દ્વારા થ્રી સ્ટાર રેટિંગ આપીને સન્માન કરવામાં આવ્યું છે.
મુખ્ય વહીવટી અધિકારીએ સ્વીકાર્યું સન્માન
TERI (ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ) અને ભારત સરકારના નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા શરુ થયેલી GRIHA રેટિંગ સિસ્ટમને ભારત સરકાર દ્વારા 2007માં ગ્રીન બિલ્ડિંગ માટે રાષ્ટ્રીય ધોરણ તરીકે અપનાવવામાં આવી હતી.
આપણ વાંચો: “ગરવી ગુજરાત ભવન” થી ગર્વીલું ગુજરાત : GRIHAએ કર્યું ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માન
નવી દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત “ગરવી ગુજરાત” ભવનની બિલ્ડિંગને ગ્રીન રેટિંગ દ્વારા થ્રી સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે, ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહને GRIHA રેટિંગ પ્લેક અને શીલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મુખ્ય અતિથિ અને ભારતના ભૂતપૂર્વ વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા આપવામાં આવ્યો હતો.
આ રેટિંગ સિસ્ટમ, Nationally Determined Contributions”માં ઉલ્લેખિત જળવાયુ પરિવર્તનના ઉકેલ માટેની ભારતની મિટ્ટીગેશન સ્ટ્રેટેજીના રૂપમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે.
2019માં ગરવી ગુજરાત ભવન ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં ગરવી ગુજરાત ભવન ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ગરવી ગુજરાત ભવને ગ્રીન બિલ્ડીંગ બનવા માટેની જરૂરી તમામ આવશ્યકતાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સૌર પેનલ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન, સ્માર્ટ ગ્લાસ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી પર્યાવરણ અનુકૂળ પ્રણાલીઓનો સમાવેશ થાય છે.