આમચી મુંબઈ

શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત

થોડા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે . હવે ગુરુવારે વાશી મુંબઈ કૃષિ પેદાશ બજાર સમિતિમાં શાકભાજીની ૭૦૦ જેટલી ગાડીઓ પ્રવેશી હતી. જેના કારણે અમુક શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે તો અમુક શાકભાજી હજુ પણ મોંઘા છે.

દરરોજ માર્કેટમાં ૫૫૦ થી ૬૦૦ ગાડીઓ પ્રવેશે છે. જયારે ગુરુવારે જથ્થાબંધ શાકમાર્કેટમાં કુલ ૭૦૦ ગાડીઓ પ્રવેશી હતી, જેમાં પાંદડાવાળા શાકભાજીની ૨૦૦ ગાડીઓ હતી. વાતાવરણમાં ગરમીના કારણે આઠ દિવસ અગાઉ જ આવક વધી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. પરિણામે બજારમાં આવક વધી છે. કેટલાક શાકભાજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૫-૬નો ઘટાડો થયો છે, પરંતુ હજી મોટા ભાગના શાકભાજીના ભાવ ઉંચા છે. હોલસેલમાં ટામેટાં રૂ.૪૦ પ્રતિ કિલો, કેપ્સિકમ રૂ.૪૦, લીલા મરચા રૂ.૨૦-૩૦, કોબી રૂ.૧૬-૨૦, ફ્લાવર રૂ.૧૦, ભીંડા રૂ.૪૦-૫૦,વટાણા રૂ.૪૦ના ભાવે વેચાઈ રહ્યા છે.

આ પણ વાંચો :Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું

વાશીના એપીએમસીમાં પાંદડાવાળાભાજીની આવક વધી છે. જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. પાંદડાવાળા શાકભાજીમાં, કોથમીર, પાલક અને મેથીની આવક વધી રહી છે અને ૨,૫૫,૦૦૦ ક્વિન્ટલ કોથમીરની આવક થઇ છે અને તે 5-8 રૂપિયા પ્રતિ જુડી ના ભાવે વેચાઈ રહી છે. પુણે અને નાસિકની મેથી રૂ. ૫ થી રૂ. ૮ ના ભાવે વેચાઈ રહી છે. જેના કારણે છૂટક બજારમાં પણ ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ એક જુડી રૂ.૧૫-૨૦ માં મળતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button