આમચી મુંબઈ

ભવિષ્યનો વિચાર કરીને મુંબઈનો વિકાસ કરો: હાઇ કોર્ટ

મુંબઈ: ભવિષ્યમાં આ શહેર કેવું હશે, એ દૃષ્ટિએ વિચાર કરીને મુંબઈનો વિકાસ કરવો જોઇએ. ખુલ્લી જગ્યાઓનું સંવર્ધન કરાવવુું, એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું.

ભાવિ પેઢીને આપણે શું આપીશું તેનો વિચાર કરવો જોઇએ. હરિયાળીવાળી જગ્યાઓની જરૂર છે. રમતગમત માટે મેદાનો જોઇએ છે. મુંબઈમાં ઘણા કુશળ લોકો છે તેઓ ક્યાં જશે? જો મુંબઈમાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું હશે તો શું કરશો? એવા સવાલ હાઇ કોર્ટે ઉઠાવ્યા હતા.

આ એન વાંચો :મુંબઈમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન એક શખ્સે આવી હરકત કરતા શો 20 મિનિટ માટે બંધ રખાયો

ઝૂંપડપટ્ટી પુનર્વસન કાયદાનો યોગ્ય રીતે અમલ થતો ન હોવાનું સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં આવ્યા બાદ આ મુદ્દે ધ્યાન આપવા માટે હાઇ કોર્ટને નિર્દેશ કરાયો હતો. તેના પર હાઇ કોર્ટમાં સુનાવણી થઇ હતી ત્યારે કોર્ટે ઉક્ત બાબત જણાવી હતી.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે એસઆરએ તમામ ઝૂંપડપટ્ટીવાસીઓની માહિતી લઇ રહ્યા છે અને તેમની સમસ્યાઓ તથા રાજ્ય સરકાર દ્વારા તેના પર ઉકેલો લાવવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે. તે માટે થોડો સમય જોઇએ છે, એવી વિનંતી કોર્ટને કરવામાં આવી હતી. રાજ્ય સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને કોર્ટે આગામી સુનાવણી ૧૪મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button