ફરી કચ્છની ધરા ધ્રુજી! રાપર નજીક નોંધાયો 2.8ની તીવ્રતાનો ભૂંકપ
ભુજ: કચ્છની ધરા ફરી ધ્રુજી છે. આજ બપોરના 1:59 કલાકે જિલ્લાના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર કચ્છના વાગડના રાપર નજીક નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર 2.8 ભૂકંપની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપ માટે અતિસંવેદનશીલ ગણાતો કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે.
2.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો
ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ ગણાતા કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ વિશેષ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. જેમાં કચ્છના ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓ આવતા રહે છે. આજે બપોરે 1:59 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના રાપરથી 12 કિલોમીટર દૂર પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમમાં નોંધાયો છે.
સક્રિય ફોલ્ટલાઈન પર ભૂકંપ
કચ્છના ભચાઉ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. આ પહેલા પણ નવેમ્બર માસમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર ભચાઉના કણખોઈ નજીક નોંધાયું હતું. રાપર સિવાય ભચાઉ, ગાંધીધામ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો હતો. આંચકાને કારણે સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : Gujarat માં નકલીની બોલબાલા, હવે કચ્છથી ઇડીની નકલી ટીમ પકડાઈ
દેવ દિવાળીએ પણ નોંધાયો ભૂકંપ
આ અગાઉ પણ દેવ દિવાળીના દિવસે પાટણ સહિત ગુજરાતના અનેક સ્થળોએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનો કેન્દ્રબિંદુ પાટણથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છના અમુક તાલુકાની સાથે છેક રાજસ્થાનના માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા.