અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad: આંબલી-બોપલ અકસ્માત મામલે કાર્યવાહી; આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ

અમદાવાદ: અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં નશાની હાલતમાં સર્જેલા અકસ્માતમાં કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ આરટીઓ દ્વારા નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા રિપલ પંચાલે દારૂનો નશો કરીને બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો.

થોડા દિવસ પહેલા અમદાવાદનાં આંબલી-બોપલ રોડ પર યુવકે અકસ્માત સર્જ્યો છે. જ્યાં નશામાં ધૂત થયેલ યુવક બેફામ રીતે કાર ચલાવીને નીકળ્યો હતો અને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે ભારે પગલે અફરાતફરી મચી હતી. જોકે ત્યાર બાદ સ્થાનિકોએ આ યુવકને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર યુવક રીપલ પંચાલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને ગુનો પણ નોંધ્યો હતો.

કોર્ટે આપી દીધા જામીન
અમદાવાદના બોપલ આંબલી રોડ પર 25મી નવેમ્બરના સવારે ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડકેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારે 26મી નવેમ્બરના રોજ રીપલને કોર્ટમાં રજૂ કરતાં 15 હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એક દિવસ પોલીસની કસ્ટડીમાં રાખ્યા બાદ તેને કોર્ટમા રજૂ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે પણ તેને જામીન આપી દીધા છે.

આ પણ વાંચો : ડ્રોન શૉ અંડર વોટર ડાન્સનું પર્ફોર્મન્સ અને ઘણું બધુંઃ તૈયાર થઈ જાઓ અમદાવાદના આ કાર્નિવલ માટે

પત્નીએ કર્યો હતો પતિનો બચાવ
આ બનાવ બાદ આરોપીની પત્ની કાનન પંચાલે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે તે મહૂડી દર્શન કરવા ગઈ હતી. હાલ તેના પતિ રીપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે, વળી રીપલની માનસિક સારવાર પણ ચાલી રહી હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું. આથી માનસિક તણાવ માટે આપવામાં આવતી દવાના ડોઝના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું તેમજ વળી કાનન પંચાલે પતિ દારૂ પીતા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button