આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમને શપથ વિધિમાં બોલાવ્યા હોત તો…. નાના પટોલેનો…

મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનની વરણી થઇ ગઇ છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા છે. મુંબઇના આઝાદ મેદાન ખાતે તેમનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો હતો. એનડીએ શાસિત દરેક રાજ્યના મુખ્ય પ્રધાનો, ગઠબંધનના સાથી પ્રધાનો, સાધુ સંતો,ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતની નામી હસ્તીઓ લાડકી બહેનો સહિત અનેક લોકોને આ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ આવ્યા ન હતા, ભાજપે તેમની ટીકા કરી છે કે 2019 માં ફડણવીસ બધું ભૂલી ગયા હતા અને ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનોની આવક, સંપતિના આંકડાઓ જોઈને ચોંકી ઉઠશો…

હવે નાના પટોલેએ મોટો દાવો કર્યો છે કે અમને શપથ સમારોહ માટે બોલાવવામાં આવ્યા હોત તો અમે ગયા હોત. નિમંત્રણ કોને મોકલવામાં આવ્યું તેની મને જાણ નથી, પણ મને જો નિમંત્રણ મળ્યું હોત તો હું ગયો હોત, એમ જણાવતા પટોલેએ કહ્યું હતું કે અમને ક્યારેય આમંત્રણ આપવામાં આવ્યું નથી. મારો મિત્ર મુખ્ય પ્રધાન બન્યો, તો એને શુભેચ્છા. હવે એવી અપેક્ષા છે કે મહારાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ આવશે, એમ પટોલેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે ફડણવીસે કહ્યું હતું કે અમે કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરીશું. હવે તેઓએ શિક્ષકોની કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરી નિયમિત શિક્ષકોની ભરતી કરવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં ST બસો દોડતી નથી. શું ST ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓ બંધ કરી રહી છે? એવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નવી આવેલી સરકારે ખેડૂતોની લોન માફ કરવી જોઈએ, ડાંગર, સોયાબીન, કપાસના ખેડૂતોની અપેક્ષાઓ સંતોષવી જોઈએ.

પટોલેએ માંગણી કરી કે રાજ્યની કાયદો અને વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ, ફડણવીસને ગૃહ વિભાગનો ઘણો અનુભવ છે, અમે ગૃહ વિભાગ તેમની પાસે રહે તેવી અપેક્ષા રાખીએ છીએ, મહારાષ્ટ્રને ડ્રગ ફ્રી બનાવવું જોઈએ.

આ પણ વાંચો : મુખ્ય પ્રધાન બનતા જ સાઈન કરી આ પહેલી ફાઈલઃ મંત્રાલયમાં સ્વાગત

શપથ ગ્રહણ સમારોહની તારીખની જાહેરાત રાજ્યપાલ કરતા હોય છે, પણ આ વખતે મહાયુતિએ જ જાહેરાત કરી દીધી હતી. અમે મહાયુતિની અંદર ચાલી રહેલી યાદવાસ્થળીમાં પડવા માંગતા નથી. અમારો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો છે. શપથ ગ્રહણ બાદ કેટલાક લોકો ખુશ છે, તો કેટલાકના ચહેરા પડી ગયા છે. ઈવીએમ વિરુદ્ધ અવાજ વિરોધ પક્ષોનો નહીં પણ જનતાનો છે. હવે ઈવીએમમાં ગડબડ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, એવી ટીકા પટોલેએ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button