દૂરિયાં નજદિકીયાં બન ગઇ….! છૂટાછેડાની અફવાઓ વચ્ચે સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક
બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે લાંબા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે તેમની વચ્ચે બધુ બરાબર નથી. બંને ઘણા સમયથી જાહેરમાં સાથે જોવા મળ્યા નથી અને તેમના છૂટાછેડાના અફવાઓ ચગી રહી છે. પરંતુ હવે ઐશ અને અભિષેકે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી અને તેમની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઐશ્વર્યા અને અભિષેક લો પ્રોફાઈલ રાખવા માટે જાણીતા છે. તેઓ ગુરુવારે રાત્રે મુંબઈની સન-એન-સેન્ડ હોટેલમાં આયોજિત એક લગ્નના રિસેપ્શનમાં સાથે જોવા મળ્યા હતા. કપલ સાથે આ પાર્ટીમાં ઐશ્વર્યાની માતા બ્રિન્દા રાય પણ હતા. ઐશ્વર્યા અને અભિષેક ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. બંને ખુશખુશાલ જાવા મળ્યા હતા.
ઐશ્વર્યા પરંપરાગત બ્લેક મોનોક્રોમ આઉટફિટમાં અદભૂત દેખાતી હતી, જ્યારે અભિષેક બ્લેક સૂટમાં ક્લાસી દેખાતો હતો. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો : અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ ઉજવ્યો આરાધ્યાનો જન્મદિવસ; આ વિડીયોથી અટકળો પર મીંડું…
કપલની નજીકની મિત્ર આયેશા જુલ્કા અને નિર્માતા અને ફિલ્મ ઉદ્યોગની રજેરજની જાણકારી રાખતા અનુ રંજને ઐશ્વર્યા અને અભિષેક સાથેની ઘણી તસવીરો અને સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
17 વર્ષથી પરણેલા ઐશ્વર્યા અને અભિષેક પુત્રી આરાધ્યાના માતા-પિતા છે. તાજેતરમાં, અભિષેકે તેમની પુત્રી આરાધ્યાની સંભાળ રાખવા બદલ ઐશ્વર્યાનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેને તેની ફિલ્મ કારકિર્દીને આગળ વધારવાની સ્વતંત્રતા આપી હતી.
પ્રોફેશનલ મોરચે જોઇએ તો ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની પોનીયિન સેલ્વન: પાર્ટ 2 માં જોવા મળી હતી, અને અભિષેકે તાજેતરમાં શૂજિત સરકારની આઈ વોન્ટ ટુ ટોકમાં તેના અભિનય માટે પ્રશંસા મેળવી હતી.