એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ આજથી એડિલેડમાં રમાઈ (IND vs AUS 2nd Test) રહી છે. ટોસ જીતીને ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગની જેમ જ આ મેચમાં ભારતની શરૂઆત ખુબજ ખરાબ રહી. એડિલેડ ટેસ્ટમાં પ્રથમ સેશન સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 82/4 છે. રોહિત શર્મા 1 અને રિષભ પંત 4 રન બનાવીને પીચ પર છે.
પેહલા બોલ પર જ વિકેટ:
આ પિંક બોલ ટેસ્ટમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. મિચેલ સ્ટાર્કે મેચના પહેલા જ બોલ પર યશસ્વી જયસ્વાલ (0)ને આઉટ કર્યો હતો. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે ઇનિંગ સંભાળવાની કોશિશ કરી, બંનેએ સ્કોરકાર્ડ 69 રન સુધી પહોંચાડ્યું. અહીં જ સ્ટાર્કે કેએલ રાહુલને 37ના સ્કોર પર નાથન મેકસ્વીનીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
Also read:IND vs AUS: રોહિતે ટોસ જીતી આ નિર્ણય કર્યો, ભારતની પ્લેઈંગ-11માં 3 ફેરફાર
કોહલી ફરી ફેઈલ:
આ પછી વિરાટ કોહલી પણ માત્ર 7 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 77 રન હતો. આના થોડા સમય બાદ શુભમન ગિલ 31 રન બનાવી સ્કોટ બોલેન્ડના બોલ પર આઉટ થયો હતો. જ્યારે ગિલ આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 81/4 થઈ ગયો હતો. મેચમાં જોશ હેઝલવુડની જગ્યાએ રમતા બોલેન્ડની આ પહેલી વિકેટ હતી.
Also read: વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…
ઓસ્ટ્રેલિયાની ધારદાર બોલિંગ:
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી છે, સ્કોટ બોલેન્ડને એક વિકેટ મળી છે, જયારે પેટ કમિન્સ અને નાથન લાયનને હજુ સુધી કોઈ વિકેટ મળી નથી.