મનોરંજન

બાહુબલિના એક્ટર નાસર પર તૂટ્યો દુઃખનો ડુંગર, નજીકની વ્યક્તિનું થયું નિધન…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને મળી રહેલી માહિતી પ્રમાણે એક્ટર નાસરના પિતા મહેબુબ બાશાનું 95 વર્ષે નિધન થયું છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો મહેબુબ લાંબા સમયથી બીમાર હતા અને તેમણે ચંગેપેટ ખાતે આવેલા પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

પિતાના નિધનના સમાચારથી નાસર અને તેમનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાસર એ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક ટોચના એક્ટરમાંથી એક છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં નાસર એક્ટર યુનિયનના પ્રેસિડન્ટ છે.

નાસરે જ પિતા મહેબૂબના નિધનની માહિતી આપી હતી. આજે મહેબુબના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને મહેબુબના નિધનને કારણે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે અને સેલેબ્રિટી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
નાસરના પિતા મહેબુબે પહેલાં જ્વેલરી પોલીશ કરવાનું કામ કર્યું હતું અને દીકરા નાસરનું એક્ટિંગ સ્કુલમાં એડમિશન કરાવ્યું હતું. એક્ટિંગનો કોર્સ કર્યા બાગ નાસર પોતાની ઘરની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચેન્નઈની એક હોટેલમાં કામ કર્યું હતું. નાસરના પિતા મહેબુબના નિધનથી પરિવારની સાથે સાથે જ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો લાગ્યો છે. ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને મહેબુબને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button