બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વચ્ચે મોહમ્મદ યુનુસની સૌહાર્દની સુફિયાણી વાતો; કહ્યું સત્ય કઈક અલગ
ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે દેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનો ઇનકાર કર્યો છે. તેમણે ગુરુવારે લઘુમતી સમુદાયના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ હિંસાની ઘટનાઓ અંગે કરવામાં આવતા દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. મોહમ્મદ યુનુસે કહ્યું કે જો તમે લોકો અમને માહિતી આપો કે હિંસા ક્યાં થઈ છે અને કોણે કરી છે, તો અમે તેમની સામે તાત્કાલિક પગલાં લઈશું. આ સાથે તેણે કહ્યું કે સત્ય કંઈક બીજું છે, પરંતુ વિદેશી મીડિયામાં જે માહિતી આપવામાં આવી રહી છે તે તેનાથી અલગ છે.
હિંદુઓ પર હિંસાથી ઇનકાર
તેમણે કહ્યું કે અમે સચોટ માહિતી મેળવવા માંગીએ છીએ. અમે સાંપ્રદાયિક સૌહાર્દની વાત કરીએ છીએ અને તેને બન્યું રહેવું જોઈએ. યુનુસે કહ્યું કે જો લઘુમતી સમુદાયના લોકો પર હુમલો થાય છે તો અમને તરત જ તેની જાણ કરવામાં આવે, અમે ચોક્કસ પગલાં લઈશું. મોહમ્મદ યુનુસે કહ્યું, ‘અમે સાંપ્રદાયિક સૌહાર્દની વાત કરીએ છીએ. આપણે બધા માનીએ છીએ કે આવું ન થવું જોઈએ. બેઠકમાં મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી અને અન્ય ધર્મના લોકો સામેલ હતા. પરંતુ મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
જામીન અરજી સૌનો અધિકાર
આ જ બેઠકમાં ફાધર આલ્બર્ટ રોઝારીઓએ ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ તરીકે જણાવ્યું હતું કે, ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસના જામીન પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે જામીન મેળવવો એ કોઈપણ વ્યક્તિનો અધિકાર છે. ફાધર આલ્બર્ટ રોઝારીઓએ કહ્યું કે કોઈપણને જામીન માટે અરજી દાખલ કરવાનો અધિકાર છે.
Also Read – ‘મોહમ્મદ યુનુસ નરસંહાર કરી રહ્યા છે’ શેખ હસીનાએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી
“ફાધર રોઝારિયોએ કહ્યું હિંદુઓને મળો”
તેમણે કહ્યું, ‘અમે ધૈર્ય બતાવ્યું છે અને સદભાવ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમે મુશ્કેલ સમયમાં રાજકીય નેતૃત્વને સાથ આપ્યો છે. આપણે એક રહેવું જોઈએ પરંતુ એ વાત પણ સાચી છે કે હિંદુઓના હૃદયમાં રોષ અને પીડા છે કારણ કે ઈસ્કોન સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમે મુખ્ય સલાહકારને હિંદુઓના મામલા પર વિચાર કરવા અપીલ કરીએ છીએ. ફાધર રોઝારિયોએ સ્પષ્ટ કહ્યું કે મારો અભિપ્રાય છે કે મોહમ્મદ યુનુસે હિન્દુ સમુદાયના લોકોને મળવું જોઈએ. તેમની સમસ્યાઓ ઉકેલવી જોઈએ. તેઓ ભારે પીડા અને આઘાતમાં છે.