આમચી મુંબઈ

493 કરોડનો સિદ્ધિવિનાયક મંદિર પરિસર સુશોભિકરણ પ્રોજેક્ટ: આર્કિટેક્ટની નિમણૂક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરમાં પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર પરિસરનું સુશોભીકરણનો લગભગ ૪૯૩.૯૨ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ઉપલબ્ધ ભંડોળમાંથી પરિસરના સુશોભિકરણ કરવાનો પ્લાન તૈયાર કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આર્કિટેક્ટ નીમવામાં આવ્યો છે અને આનો લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશ બાદ પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના પરિસરનું રિસ્ટોરેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુધરાઈના જી-ઉત્તર વોર્ડ દ્વારા મંદિરના આજુબાજુના પરિસરમાં કામ કરવામાં આવવાના છે.

આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમ જ નજીકમાં જ નવી મેટ્રો રેલવે લાઈન પણ બની રહી છે, તેથી ભવિષ્યમાં ભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહેવાની શક્યતા છે. મંદિરના આજુબાજુના વિસ્તારમાં જુદા જુદા કામ હાથ ધરી ભક્તોની માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરવામા આવવાની છે, જેમાં મુખ્યત્વે મંદિરના પરિસરને શણગારવાની સાથે જ વધારાની પાર્કિંગની સગવડ તેમ જ મોટી સંખ્યામાં ભેગા થતા ભક્તો માટે ઊભા રહેવાની તથા બેસવાની વ્યવસ્થા પર પણ ધ્યાન આપવામાં આવવાનું છે.


Also read: સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ દર્શન અને આરતીનું આયોજન


મંદિર પરિસરના રિસ્ટોરેશનના કામ માટે લગભગ ૪૯૩ કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેમાં હવે સુધરાઈએ પ્લાન તૈયાર કરવા માટે આર્કિટેક્ટ નિમ્યો છે. આર્કિેટેક્ટનું કામ નક્કી કરેલી જગ્યાનું નિરીક્ષણ, પ્લોટની જગ્યા કેટલી છે તેને માપવાનું, જગ્યાનું સર્વેક્ષણ કરીને માલિકી બાબતે રહેલી ટેક્નિકલ બાબતો પર ધ્યાન આપવું, જુદા જુદા સરકારી વિભાગો સાથે દસ્તાવેજોને લગતા કામ કરવા જેવાં અનેક કામ કરવાના રહેશે. તેમ જ સિદ્ધિવિનાયર મંદિર ટ્રસ્ટની આવશ્યકતા મુજબ બાંધકામનો પ્લાન બનાવવાનો રહેશે, તેમ જ પ્લાનને માન્યતા મેળવી આપવાની રહેશે. પાલિકાના જુદા જુદા ખાતાામાંથી તેના પર અભિપ્રાય લેવાના અને એનઓસી લેવાની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button