આમચી મુંબઈમહારાષ્ટ્ર

જીવલેણ ટ્રેન હુમલાના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

થાણે: કલ્યાણ જિલ્લા અને સત્ર અદાલતે એપ્રિલમાં થયેલો જીવલેણ ટ્રેન હુમલો જેમાં એક મુસાફરનું મૃત્યુ થયું હતું, તેના આરોપી તનુજ જમ્મુવાલની જામીન અરજી ફગાવી દીધી છે. એક અનામી પ્રવાસી દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો પુરાવા દ્વારા આ કેસ નોંધપાત્ર રીતે મજબૂત બન્યો હતો.

પીડિત દત્તાત્રય ભોઈર તેના મિત્ર પ્રદીપ શિરોસ સાથે મિત્રની પુત્રીના લગ્નમાં હાજરી આપીને કસારા લોકલ ટ્રેનમાં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેઓ લગ્નની યાદો શેર કરીને હસી રહ્યા હતા, ત્યારે કથિત રીતે નશામાં ધૂત જમ્મુવાલ અને અમોલ પરદેશીનું તેમના તરફ ધ્યાન ગયું હતું.

આપણ વાંચો: સમાજ સાથે ગદ્દારીના આરોપ સાથે સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો; ખોડલધામ સાથેનો વિવાદ જવાબદાર?

જમ્મુવાલ, પરદેશી અને બે સાથીઓએ તેમની વાતચીત સામે વાંધો ઉઠાવ્યો હતો અને પરિસ્થિતિ વણસી ગઈ હતી . તેમણે ભોઇર અને શિરોસ પર ઘાતકી હુમલો કર્યો હતો. અન્ય મુસાફરો દ્વારા દરમિયાનગીરી કરવાના પ્રયાસો છતાં તેમણે ભોઈર પર જીવલેણ હુમલો કર્યો હતો.

૨૯ એપ્રિલે સવારે ૨ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના એક અજાણ્યા મુસાફર દ્વારા વીડિયોમાં કેદ કરવામાં આવી હતી. પછીથી વાયરલ થયેલા ફૂટેજ કેસમાં નિર્ણાયક પુરાવા બન્યા. ભોઈરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું , જ્યારે શિરોસને નાના-મોટા ઘા થયા હતા.

આપણ વાંચો: Vande Bharat Train પર પથ્થરમારો: સાંસદ ચંદ્રશેખર આઝાદનો થયો બચાવ, પણ…

કલ્યાણ સરકારી રેલ્વે પોલીસે શરૂઆતમાં બે શકમંદોની ધરપકડ કરી હતી જેમને બાદમાં જામીન આપવામાં આવ્યા હતા. જો કે, હત્યાના આરોપો ઉમેર્યા પછી, અધિકારીઓએ તેમની ફરીથી ધરપકડ કરી. એડિશનલ સેશન્સ જજ આરજી વાઘમારેએ પુરાવાની સમીક્ષા કર્યા બાદ જમ્મુવાલની જામીન અરજી નામંજૂર કરી હતી.

મૃતકના પરિવારજનોએ વીડિયો ક્લિક કરનાર અજાણ્યા વ્યક્તિનો આભાર માન્યો હતો જેના કારણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મજબૂત થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button