ઇરફાન ખાનનો દીકરો બાબિલ આ કારણે ડિપ્રેશનમાં, માતાએ લોકોને આવી અપીલ કરી
મુંબઈ: ઈરફાન ખાનની ગણના ભારતના સૌથી મહાન એક્ટરોમાં (Irrfan Khan) થાય છે, ઈરફાન ખાને તેના કામથી લાખો યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે. ઈરફાન ખાનના અવસાન બાદ ભારતના ફિલ્મ ઉદ્યોગને મોટી ખોટ પડી છે, તેમની કક્ષાનો એક્ટર મળવો લગભગ અશક્ય માનવામાં આવી રહ્યું છે. પરંતુ લોકો તેમના પુત્ર બાબિલ ખાન(Babil Khan)ની તુલના તેમની સાથે કરે છે, જેને કારણે બાબિલ પર માનસિક દબાણ વધી રહ્યું છે. જે અંગે ઈરફાનની પત્ની અને બાબિલની માતા સુતાપાએ જાહેરમાં વાત કરી હતી.
અગાઉ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ફિલ્મ સ્ટારના પુત્ર કે પુત્રીની તુલના તેમની સાથે કરવામાં આવે છે. બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તુલના પણ અમિતાભ સાથે કરવામાં આવતી હોય છે. બાબિલ સાથે પણ આવું જ થઇ રહ્યું છે.
માતાએ સુતાપા કરી આ વાત:
સુતાપા સિકદરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારો દીકરો ઘણો પરેશાન છે. પિતા સાથેની સરખામણીને કારણે તે લગભગ ડિપ્રેશનમાં આવી ગયો છે અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યો છે. બાબિલ પર ઘણું દબાણ છે અને મને તે યોગ્ય નથી લાગતું. આવું દબાણ ન હોવું જોઈએ. ઈરફાન ક્યારેય કોઈ દબાણમાં ન હતો અને જ્યારે તમે તમારી જાત પર દબાણ ન નાખો ત્યારે જ તમારી પ્રતિભા બહાર આવે છે.
આ પણ વાંચો : Movie Review-Pushpa-2: બેસ્ટ કાસ્ટિંગ, બેસ્ટ ડિરેક્ટરનું કૉમ્બિનેશન સાડા ત્રણ કલાકની ફિલ્મને મજેદાર બનાવે છે
લોકોને કરી અપીલ:
બાબિલ માત્ર 22 વર્ષનો હતો ત્યારે તેણે પિતા ગુમાવ્યા હતાં. બાબિલની માતા સુતાપાએ કહ્યું, તે માત્ર કામના કારણે જ નહીં પરંતુ પિતા ગુમાવવાના કારણે પણ તે મુશ્કેલીમાં છે. તે લગભગ ડિપ્રેશનમાં છે. પછી ઉપરથી તણાવ અને સરખામણી થઇ રહે છે. એક માતા હોવાને કારણે મારી વિનંતી છે કે મારા દીકરાને છોડી દો, તે ખૂબ જ નાજુક છે અને તેની પાસે કોઈની સાથે લડવાની ક્ષમતા નથી. તેના પિતા ખૂબ બહાદુર હતા અને હું પણ છું.
બાબિલની કારકિર્દીની શરૂઆત:
ઈરફાનના પુત્ર બાબિલે ‘કાલા’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, તેના કામના વખાણ પણ થયા હતાં. પરંતુ ઘણા લોકોને લાગ્યું કે તે તેના પિતા જેટલું સારું કામ કરી શકે તેમ નથી. નોંધનીય છે કે આ હજુ બાબિલની કારકિર્દીની શરૂઆત જ છે, આ તબક્કે તેની પાસે ઈરફાનની કક્ષાની એક્ટિંગની અપેક્ષા ના રાખી શકાય, સમય સાથે તે પોતાના કામમાં વધુ સુધારો થઇ શકે છે.