લાડકી

નિખારઃ રાઈસ વૉટરના ફાયદાઓ ખબર છે?

શિયાળો શરૂ થતાં જ ચહેરાની સ્કીન ડ્રાય થવા માંડે છે. આપણે ચહેરાની સુંદરતા ટકાવી રાખવા માટે વિવિધ ક્રીમ અને મોઇશ્ર્ચરાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. એવામાં તમને અમે એક સરળ અને સસ્તો ઉપાય જણાવીશું ચહેરાને તેજ અને સુંદર બનાવવાનો. એના માટે તમને રાઇસ વૉટર એટલે કે ચોખાના પાણીની જરૂર પડશે.

રાઇસ વૉટરથી ચહેરાની સ્કીનમાં ચમત્કારિક બદલાવ જોવા મળશે. એનો ઉપયોગ કરવો પણ સહેલો છે. ચોખાનું પાણી તો બજારમાં મળતાં મોંઘા સ્કીન પ્રોડક્ટ્સની સરખામણીએ તો સસ્તું અને સારું પરિણામ આપનારું છે.
રાઇસ વૉટરમાં શું હોય છે?

રાઇસ વૉટર એક નૅચરલ ટોનર તરીકે ત્વચા પર કામ કરે છે. એમાં અનેક પ્રકારનાં પોષક તત્ત્વો સમાયેલા હોય છે. એમાં રહેલા વિટામિન બી, સી, ઇ અને અનેક મિનરલ્સ ચહેરાને નિખારવામાં અને સ્કીનને ટાઇટ કરવામાં મદદ કરે છે. સાથે જ એમાં એમિનો એસિડ, એન્ટી ઑક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે સ્કીનને વિવિધ રીતે ફાયદો પહોંચાડે છે. ચોખાનું પાણી ચહેરા પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે, જેનાથી ત્વચા પ્રદૂષણ અને સૂરજના આકરા તડકાથી બચી રહે છે.

ચહેરા પર લગાવવાની રીત

રાઇસ વૉટરને ચહેરા પર લગાડતાં પહેલાં ચોખાને સારી રીતે ધોઈ લેવાં અને પછી એને અડધા કલાક માટે પાણીમાં પલાળીને રાખવા. બાદમાં એ પાણીને ગાળીને કોઈ સ્પ્રે બોટલમાં ભરી લેવું અને દરરોજ ચહેરા પર એને સ્પ્રે કરવું. આ સિવાય કૉટનથી પણ એને ચહેરા પર લગાવી શકાય છે. એ પાણીને ફ્રિજમાં બે-ત્રણ દિવસ માટે સ્ટોર કરીને સાચવીને રાખી શકાય છે.

રાઈસ વૉટરના ફાયદાઓ

કરચલી અને ફાઇન લાઇન્સને ઘટાડે છે: રાઈસ વૉટરમાં રહેલાં એન્ટી ઑક્સિડેન્ટ્સ અને એમિનો એસિડ ચહેરાની સ્કીનને ટાઇટ કરે છે અને એનાં કારણે કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઓછી દેખાય છે અને તમે યંગ દેખાવ છો.
સનબર્નથી રક્ષણ: જો તડકાને કારણે તમારા ચહેરાની સ્કીન ટૈન થઈ ગઈ છે તો રાઇસ વૉટર લગાવવાથી એને ઠંડક મળે છે અને સનબર્ન ઘટી જાય છે.

ક્લિઝીંગ: રાઇસ વૉટર એક કુદરતી ક્લિઝંર છે. એ ચહેરા પરની ગંદકી સાફ કરીને ઑઇલને ઘટાડે છે. એનાથી સ્કીન ફ્રેશ દેખાય છે અને એના છિદ્રો પણ સ્વચ્છ રહે છે.

એલર્જી અને ઇન્ફેક્શનથી બચાવ: સ્કીન પર રહેલા ખરાબ બેક્ટેરિયાને ક્ધટ્રોલ કરવામાં અને એલર્જીને ઘટાડવામાં રાઇસ વૉટર ખૂબ ફાયદાકારક છે. એમાં રહેલી એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝને કારણે સ્કીન પર થનારી રેડનેસ અને રેશીઝને ઘટાડવામાં મદદ મળે છે.

Also Read – વિચ વન ડુ યુ વોન્ટ…

બ્લેકહેડ્સ અને ડેડ સેલ્સ ઘટે: રાઇસ વૉટરમાં રહેલાં કુદરતી ગુણને કારણે સ્કીનના ડેડ સેલ્સને ઘટાડવામાં મદદ મળે છે. એનાથી સ્કીન સાફ અને સોફ્ટ બને છે.

પિમ્પલ્સથી બચાવ: રાઇસ વૉટરમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ ગુણોને કારણે ચહેરા પરના પિમ્પલ્સ ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. સ્કીનની એક્સ્ટ્રા ઓઇલ પ્રોડક્શનને ક્ધટ્રોલમાં રાખે છે. એનાથી પિમ્પલ્સની સમસ્યાથી છુટકારો મળે છે.

રાઈસ વૉટરનો દરરોજ ઉપયોગ કરવાથી થોડા જ દિવસોમાં ચહેરા પર ચમત્કારિક પરિવર્તન દેખાવા માંડે છે. સ્કીન ટાઇટ, ક્લીયર અને સોફ્ટ દેખાય છે. તડકામાં ઓછા સમય સુધી રહેવાથી અને એના દરરોજ ઉપયોગથી ચહેરા પર ગ્લો આવે છે. ખાસ વાત તો એ છે કે આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી. જોકે સ્કીન સેન્સિટીવ હોય તો પહેલા થોડો પેચ લઈને ટ્રાય કરવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button