મનોરંજન

આજે જ રિલીઝ થયેલી Pushpa 2 ઓનલાઈન લીક થઇ ગઈ, બોક્સ ઓફીસ પર ફટકો પડશે!

મુંબઈ: વર્ષ 2021માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ બોક્સ ઓફીસ પર મહિનાઓ સુધી છવાયેલી રહી હતી, દર્શકોને આ ફિલ્મ ખુબ પસંદ પડી હતી. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિકવલ પુષ્પા: ધ રુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં, આજે ચાહકોની રાહનો અંત (Pushpa 2 The Rule Release) આવ્યો છે, પુષ્પા: ધ રુલ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે, આ ફિલ્મ બોક્સ ઓફીસ પર મોટા રેકોર્ડ્સ બનાવે એવી પૂરી શકયતા છે. પરંતુ ફિલ્મ રિલીઝના દિવસે જ નિર્માતાઓ માટે ચિંતાજનક સમાચાર છે. પુષ્પા: ધ રુલ ફિલ્મની પાયરેટેડ કોપી ઓનલાઈન લીક (Pushpa 2 online leak) થઈ ગઈ હતી, જેને કારણે ફિલ્મની કામણીને અસર પહોંચી શકે છે.

અલ્લુ અર્જુનના ચાહકો પુષ્પા 2: ધ રુલ ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે 5મી ડિસેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સિનેમાઘરોમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. લોકો મોંઘીદાટ ટીકીટ ખરીદીને પણ ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. પરંતુ રીલીઝના થોડા કલાકોમાં જ આ ફિલ્મ પાયરસીનો શિકાર બની અને જેની કોપી ઓનલાઈન લીક થઈ ગઈ. રિપોર્ટ્સ મુજબ ફિલ્મની પાયરેટેડ કોપી ઘણી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મની કોપી અલગ અલગ ભાષાઓમાં અને ક્વોલીટીમાં ડાઉનલોડ માટે વેબસાઇટ પર છે.

સોશિયલ મીડિયા પર ક્લિપ્સ વાયરલ:
દર્શકોના ભારે ધસાર વચ્ચે વેબસાઈટ પર ફિલ્મની કોપી ફ્રીમાં ઉપલબ્ધ થવાથી નિર્માતાઓને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ફિલ્મની ઘણી ક્લિપ્સ શેર કરવામાં આવી રહી છે. ફિલ્મની ટીમે પણ આ પ્રવૃતિઓ સામે કાર્યવાહી કરી છે અને કોપીરાઈટ હેઠળ તમામ વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે.

બોક્સ ઓફીસ પર અસર થશે!
નિષ્ણાતોનું માનવું છે પાયરસીને છતાં પુષ્પા 2ને આ ખાસ નુકસાન નહીં થાય. ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. કોઈપણ ફિલ્મ માટે રિલીઝનું પહેલું અઠવાડિયું ખૂબ મહત્વનું હોય છે, પરંતુ લોકોમાં ફિલ્મ સ્ટાર્સ સ્ટાર્સ અને પુષ્પા ફ્રેન્ચાઈઝીનો ક્રેઝ એટલો બધો છે કે થિયેટરોની બહાર પણ નાસભાગ મચી ગઈ હતી. જેને ધ્યાનમાં રાખીને પાયરસીને પુષ્પા-2ની કમાણીને અસર થાય એવું લાગતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button