નેશનલ

Accident: રાજસ્થાન પરિવહનની બસે અમદાવાદમાં વીએસ હૉસ્પિટલ પાસે સર્જયો અકસ્માત, એકનું મોત

Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતની (ahmedabad accident news) સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા અકસ્માત ઘટાડવા અનેક પગલાં લેવામાં આવતા હોવા છતાં તેની કોઈ અસર જોવા મળતી નથી. શહેરમાં વીએસ હૉસ્પિટલ પાસે રાજસ્થાનની એસટી (Rajasthan ST) બસે એક પુરુષને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રાજસ્થાન પરિવહનની આ એસટી બસ જોધપુરથી અમદાવાદ (Jodhpur to Ahmedabad) આવતી હતી તે સમયે વીએસ હૉસ્પિટલ નજીક બસનું ટાયર રાહદારી પર ફરી વળતાં કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

વી.એસ. હૉસ્પિટલ નજીક અકસ્માત સર્જાયો હોવા છતાં સમયસર સારવાર ન મળતાં પુરુષનું મોત નીપજ્યું હોવાનું લોકોએ કહ્યું હતું. અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પુરુષને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો…પંજાબના માનસામાં ખેડૂતો પર લાઠીચાર્જ, અથડામણમાં પોલીસકર્મીઓ અને ખેડૂતો ઘાયલ

3 દિવસ પહેલાં અમદાવાદ નરોડા-દહેગામ રોડ પર એણાસણ ગામ નજીક એક્ટિવા પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન નશાયુક્ત હાલતમાં કાર ચલાવી રહેલા ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી અને એક્ટિવા પર પસાર થઈ રહેલા બે યુવકને ટક્કર મારતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક નશામાં ધૂત હતો અને લથડીયા ખાતો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button