ફડણવીસે શપથ સમારોહ પહેલા માતાને આપી કિંમતી ભેટ
મુંબઇઃ ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ તાજેતરની રાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક જીત બાદ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. મહાયુતિ સરકાર 2.0નો શપથ સમારોહ આજે મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5.30 કલાકે યોજાવા જઈ રહ્યો છે. દરમિયાન એક ખાસ બાબતની ચર્ચા થઇ રહી છે અને તે છે દેવેન્દ્ર ફડણવીસના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ સમારોહ માટે મોકલવામાં આવેલનું આમંત્રણ કાર્ડ. આ કાર્ડ ઘણું જ ખાસ છે. આ કાર્ડે બધાને ચોંકાવી દીધા છે અને ભાવુક પણ કરી દીધા છે.
મહારાષ્ટ્રમાં ભાજપની જંગી જીતમાં મહિલાઓનો ફાળો છે. આમંત્રણ કાર્ડમાં એની ઝલક જોવા મળે છે. ત્રીજી વખત સીએમ તરીકે શપથ લેતા પહેલા ફડણવીસે તેમની માતાને ખાસ ભેટ આપી છે. તેમણે આમંત્રણ કાર્ડમાં માતાનું નામ ઉમેર્યું છે.
દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહના આમંત્રણ કાર્ડમાં તેમને દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ તરીકે સંબોધવામાં આવ્યા છે.
Also read: નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં લગાવવામાં આવ્યા પોસ્ટર્સ
Also read: દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન?
નોંધનીય છે કે ફડણવીસના માતા લાઇમલાઇટથી કોસો દૂર છે, પમ તેમને તેમના પુત્ર પર ગર્વ છે. તેઓ પણ ઇચ્છે છે કે તેમનો પુત્ર રાજગાદી સંભાળે. તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને વિરોધ પક્ષ મહાવિકાસ અઘાડી સામે જંગી જીત નોંધાવી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP નેતા અજિત પવાર શપથવિધિ સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે.