પુરુષો માટે ટ્રેડિશનલી ડિફરન્ટ લૂક…
વિશેષ –ખુશી ઠક્કર
જેમ મહિલાઓને તૈયાર થવાનો શોખ હોય છે તેમ પુરુષો પણ તૈયાર થવામાં પાછળ નથી પડતા . ઈનફેક્ટ આપણેે એમ કહી શકીએ કે, પુરુષ પાસે ટ્રેડિશનલી તૈયાર થવામાં માત્ર કુર્તા પાયજામા છે પરન્તુ તેઓ તેમાં પણ કૈક અલગ પહેરવાનું પસંદ કરે છે. હવે રેગ્યુલર કુર્તા પચીદારનો સમય નથી. કુર્તા અને ચુડીદાર કે કુર્તા અને સલવાર સાથે મિક્સ એન્ડ મેચ કરી ઘણું નવું પહેરી શકાય ..
કુર્તા – કુર્તા એટલે કે જેની બેઝિક પેટર્ન હોય એટલે કે, રાઉન્ડ નેક, ફૂલ સ્લીવ્ઝ, ફ્રન્ટ ઓપન અને જેની લેન્થ ની સુધી હોય, કે જે પ્લેન અને પ્રિન્ટેડ ફેબ્રિકમાં મળે, કે જે કોઈ પણ બોટમ એટલે કે ડેનિમ, સલવાર, ચુડીદાર કે પેન્ટ સાથે મીક્સ એન્ડ મેચ કરી શકાય, પરંતુ હવે કુર્તાની સ્ટાઇલિંગ બદલાઈ ગઈ છે. પુરુષો હવે રેગ્યુલર કુર્તાની ડિઝાઇન કરતા કૈક નવું પહેરવા માંગે છે જેમકે, કુર્તાની બેઝિક પેટર્ન સાથે નેક વેરિએશન આવે છે જેમકે , ચાઈનીઝ કોલર તો રેગ્યુલર વેર તરીકે પહેરાય છે. હવે શર્ટ કોલરમાં પણ કુર્તા બને છે. જો ચાઈનીઝ કોલર કે શર્ટ કોલર કુર્તા ન પહેરવા હોય તો સિમ્પલ રાઉન્ડ નેક સાથે ઓવર લેપિંગ પેટર્ન પણ ઘણા પ્રિફર કરે છે. ઘણા ફૂલ સ્લીવ્ઝ ન આપતા એલ્બો સ્લીવ્ઝ આપે છે કે જેમાં રોલ અપની પેટર્ન આપવામાં આવે છે
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં ફરી ફડણવીસ, અંત ભલો એનું બધું ભલું
બોટમ – કુર્તા સાથે મિક્સ એન્ડ મેચ કરવા માટે સલવાર ઓપશન છે જેમકે, સેમી પટિયાલા , ચુડીદાર, નેરો પેન્ટ્સ કે બ્રોડ પેન્ટ્સ વગેરે. તમારી હાઈટ અને બોડી ટાઇપ પ્રમાણે તમે કુર્તાની સાથે કયું બોટમ મિક્સ એન્ડ મેચ કરવું તે નક્કી કરી શકો. જેમકે, કુર્તા સાથે સલવાર એ એક સિમ્પલ લુક આપે છે, પરંતુ જો તમારી હાઈટ સારી હોય તો તમે કુર્તા સાથે સેમી પટિયાલા સલવાર પહેરી થોડો અલગ લુક આપી શકો. જો તમારું શરીર થોડું ભરેલું હોય તો તમે ચુડીદાર પહેરી શકો. જો તમને ફેશનની આગવી સૂઝ હોય અને તમારી ચોક્કસ પર્સનાલિટી હોય તો તમે ની લેન્થ કુર્તા સાથે બ્રોડ પેન્ટ પહેરી શકો. આ લુક સાથે પગમાં કોલ્હાપુરી ચપ્પલ અથવા મોજડી એક કમ્પ્લીટ લુક આપશે. કુર્તા એ જ છે પરંતુ બોટમમાં અને બોટમ કે કુર્તાના ફેબ્રિક વેરિએશન આપી ટ્રેડિશનલી ડિફરન્ટ લુક આપી શકાય .