આમચી મુંબઈમહારાષ્ટ્ર

શાળામાં બેક બેન્ચર ફડણવીસ રાજકારણના મહારથી

મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યનું સુકાન ફરી એક વાર દેવેન્દ્ર ફડણવીસના અનુભવી હાથોમાં સોંપવામાં આવ્યું છે. ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. મહારાષ્ટ્ર ઘણું મોટું અને ઔદ્યોગિક વિકાસમાં સૌથી આગળ છે. આવા મોટા રાજ્યના ત્રીજી વાર મુખ્ય પ્રધાન બનવું એ ઘણી ગર્વની વાત છે. ફડણવીસ સાથે સંકળાયેલા તેમના પરિવારજનો, મિત્રો, સંબંધીઓને તેમના પર ગર્વ થાય છે અને તેઓ તેમની સાથેની યાદો વાગોળવા માંડ્યા છે.

આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસના શિક્ષકે તેમની શાળાની યાદોને તાજી કરી છે અને તેમના રાજકીય જીવન સિવાય કેટલીક અજાણી વાતો જણાવી છે. રાજકીય પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા ફડણવીસ સંવેદનશીલ, નમ્ર અને હંમેશા લોકોને મદદરૂપ થતા હતા. શાળામાં તેમણે ક્યારેય અભિમાન નથી કર્યું. ફડણવીસે તેમનું શાળાકીય શિક્ષણ શંકર નગરની સરસ્વતી વિદ્યાલયમાંથી કર્યું હતું. શાળા અભ્યાસમાં તેમના 8થી 10 ધોરણના શિક્ષિકા મેડમે જણાવ્યું હતું કે ફડણવીસ હાઇટમાં ઊંચા હોવાથી હંમેશા છેલ્લી બેંચ પર બેસતા હતા. ભણવામાં સાધારણ જ હતા. તેઓ હંમેશા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરતા. સ્કૂલમાં તેઓ ક્યારેય સ્ટેજ પર ગયા નહોતા, તેથી આજે આટલા સારા વક્તા ગણાતા ફડણવીસને જોઇને મને આશ્ચર્ય થાય છે, એમ શિક્ષિકા મેડમે જણાવ્યું હતું.

Also Read – ફડણવીસના પ્રધાનમંડળમાં આ વિધાનસભ્યોને મળી શકે છે સ્થાન! જુઓ સંભવિત પ્રધાનોની યાદી

બુધવારે દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી મહારાષ્ટ્ર ભાજપ વિધાનમંડળ પક્ષના જૂથ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે. આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે 2014 થી 2019 દરમિયાન મુખ્ય પ્રધાન તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. નવેમ્બર 2019માં તેમનો બીજો કાર્યકાળ માત્ર 80 કલાકનો હતો. એ સમયે તેમણે અજિત પવાર સાથે મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button