આપણું ગુજરાતટોપ ન્યૂઝવલસાડ

શિયાળાની શરૂઆત વચ્ચે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા

Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં ઠંડીની (Gujarat cold) હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ કમોસમી વરસાદે (unseasonal rain) પણ દસ્તક દીધી છે. આજે સવારે વલસાડ પંથકના વાતાવરણમાં (valsad weather) પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વલસાડમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માવઠાના લીધે શિયાળુ પાક સહિત કેરી, ચીકુના પાકને પણ નુકસાન પહોંચવાની ભીતી છે.

હવામાન નિષ્ણાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15મીથી 17મી ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. 16થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ખેલ મહાકુંભનું આજથી રજીસ્ટ્રેશન શરૂઃ 32 ઓલમ્પિક સ્પોર્ટસ યોજાશે

ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના 5 દિવસ વિત્યા છતાં હજુ જોઈએ તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોએ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button