આપણું ગુજરાતસ્પોર્ટસ

ગુજરાતમાં ખેલ મહાકુંભનું આજથી રજીસ્ટ્રેશન શરૂઃ 32 ઓલમ્પિક સ્પોર્ટસ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં ખેલ મહાકુંભ (Khel Mahakumbh) 3.0નું આજ 5મી ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જેની છેલ્લી ૨૫મી ડિસેમ્બર 2024 સુધી રહેશે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો, 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ, અને સ્પે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે ખેલમહાકુંભ 3.0માં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેવી રીતે લઈ શકશો ભાગ

ખેલ મહાકુંભ 3.0 માં ભાગ લેવા માટે નિયત વયજૂથ તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in/ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે.


Also read:ક્રોધિત બેન સ્ટોક્સે આઇસીસીને કયા મુદ્દે વિચારતી કરી દીધી?


અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં રજિસ્ટ્રેશન કરવવાનું રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button