Bitcoinએ ઐતિહાસિક સપાટી વટાવી, ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રસ્તાવિત નીતિઓને કારણે તેજી
મુંબઈ: આજે ગુરુવારે Bitcoin નું મૂલ્ય ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું હતું, Bitcoinને પ્રથમ વખત $100,000ની સપાટી વટાવી હતી. જાન્યુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) યુએસ રાષ્ટ્રપતિ પદ સંભાળે પછી Bitcoinના વ્યવહાર માટે વધુ અનુકુળ વાતાવરણ બને એવી અપેક્ષાને કારણે આ તેજી જોવા મળી રહી છે.
હોંગકોંગ સ્થિત ક્રિપ્ટો એક્ષ્પર્ટએ જણાવ્યું કે, “બિટકોઇન $100,000ને પાર જવોએ એ માત્ર એક માઈલસ્ટોનથી ઘણું વધારે મહત્વ ધરાવે છે; તે ફાઇનાન્સ, ટેક્નોલોજી અને ભૌગોલિક રાજનીતિમાં બદલાતી પરિસ્થિતિઓનું પ્રમાણ છે.”
Bitcoin ઐતિહાસિક સ્તરે:
2024 ની શરૂઆતથી બિટકોઈનનું મૂલ્ય લગભગ બમણું થઈ ગયું છે અને યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પના વિજય પછી છેલ્લા ચાર અઠવાડિયામાં બિટકોઈનના મૂલ્યમાં લગભગ 45% જેટલો વધારો થયો છે. ગુરુવારે 0240 GMT પર, બિટકોઇન અગાઉના સેશનની સરખામણીમાં 2.2% વધીને $100,027 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો, દિવસની શરૂઆતમાં બિટકોઇન $100,277ની સપાટીને પણ સ્પર્શી ગયો હતો.
ટ્રંપની પ્રસ્તાવિત નીતિઓ:
જાન્યુઆરી 2025માં કાર્યભાર સંભાળ્યા પછી ક્રિપ્ટોકરન્સી પ્રત્યે ટ્રમ્પનું સાનુકૂળ વલણ રહેવાની આશા સાથે Bitcoinના મુલ્યમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. બિટકોઈનનું મૂલ્ય આ વર્ષે બમણાથી વધુ થયું છે અને ટ્રમ્પની ચૂંટણીમાં જીત બાદ ચાર અઠવાડિયામાં લગભગ 45% જેટલો વધારો થયો છે.
આ પણ વાંચો…‘મોહમ્મદ યુનુસ નરસંહાર કરી રહ્યા છે’ શેખ હસીનાએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી
બુધવારે, ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના વડા તરીકે ભૂતપૂર્વ SEC કમિશનર પોલ એટકિન્સને નોમીનેટ કરશે. એટકિન્સન ટોકન એલાયન્સના સહ-અધ્યક્ષ રહી ચૂક્યા છે. ટોકન એલાયન્સના ડિજિટલ એસેટ ઇશ્યુઅન્સ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ વિકસાવવા માટે પ્રયાસો કરે છે અને ચેમ્બર ઑફ ડિજિટલ કોમર્સ માટે કામ કરે છે.
ટ્રમ્પે નવી ક્રિપ્ટો એડવાઇઝરી કાઉન્સિલ બનાવવાનું પણ વચન આપ્યું હતું. ટ્રમ્પ સમર્થક અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્ક પણ ક્રિપ્ટો એસેટ્સના નિયમનમાં ઉદારતા લાવવાની તરફેણ કરે છે.