IPL 2024સ્પોર્ટસ

ક્રિકેટપ્રેમીઓ ચેતી જજોઃ ભારત-પાક મૅચની ડુપ્લીકેટ ટિકિટો પકડાઈ

ભારત-પાકિસ્તાનની મેચ નજીક આવી રહ્યો છે ત્યારે આ મેચના નામે ફ્રોડ થયાના સમાચાર આવ્યા છે. હાલ આઈસીસી વર્લ્ડકપ-2023 (ICC World Cup-2023)નો મહાકુંભ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ ક્રિકેટ ફિવરે માઝા મુકી છે. મેચોનો મહાકુંભ શરૂ થતા ટિકિટના કાળાબજારીયાઓ પણ સક્રિય થઈ ગયા છે.

અમદાવાદ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ બ્લેકમાં ટિકિટ વેંચનારાઓ પર લાલ આંખ કરીને બેઠી છે, ત્યારે 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે.

ભારત-પાકિસ્તાનની અમદાવાદની મૅચ પહેલા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી મેચની ટિકિટોમાં ગોટાળા કરનાર 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ટીમે દરોડા પાડ્યા બાદ મેચની 108 ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા 24 પેજ હાથે લાગ્યા છે. એટલું જ નહીં આરોપીઓએ રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ પણ કરી હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો પણ હાથે લાગી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ત્રાટકી હતી. ટીમે બોડકદેવ વિસ્તારમાં આવેલી એક ઝેરોક્ષ દુકાનમાં દરોડો પાડી મોટું કારસ્તાન ઝડપી પાડ્યું છે.

ઝેરોક્ષની દુકાનમાંથી તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે 108 ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા 24 પેજ, રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની માહિતી હાલ મળી રહી છે. ટીમે આ મામલે કાર્યવાહી કરી 4 વ્યક્તિઓને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button