અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝસુરત

Gujarat માં હીરા ઉદ્યોગમાં ફરી આવી શકે છે તેજી, જાણો વિગત

અમદાવાદઃ મંદીના મારમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ (diamond industry) માટે સારા સમાચાર છે. ડી બિયર્સ કંપની (de beers group) દ્વારા રફ હીરાના (rough diamond) ભાવમાં ઘટાડો કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. કંપની દ્વારા 15 ટકા સુધી ભાવ ઘટાડવાનો ફેંસલો કર્યો છે. હીરા ઉદ્યોગકારોએ કંપનીના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેની પાછળનું કારણ છે કે કંપનીના અત્યાર સુધીના ઇતિહાસમાં મંદીના સમયમાં પણ કાચા હીરાના ભાવો ઘટાડવાની જગ્યાએ પોતાના ગ્રાહકો ઘટાડવાની નીતિ અપનાવી હતી. પરંતુ પ્રથમ વખત કંપનીએ પોતાની પોલિસી બદલી છે. ડી બીયર્સ દ્વારા ભાવ ઘટાડાના નિર્ણયને પગલે અન્ય કંપનીઓ પણ પણ ભાવ ઘટાડવાનું દબાણ સર્જાશે.

આ ઉપરાંત હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. આમ થવાથી ભારતમાં ધંધો કરવા માટે વિદેશની ડાયમંડ કટીંગ અને પોલિશિંગ કંપનીઓ આવી શકશે. સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારો આવકારી રહ્યાં છે. ભારતમાં આવેલી વિદેશી કંપનીઓ પણ ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકાશે. આમ થવાથી હીરા ઉદ્યોગ જગતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે છે. એમાં પણ ખાસે મુંબઈ અને સુરતમાં આવેલા હીરા ઉદ્યોગમાં ક્ષેત્રેમાં નવીન રોજગારી ઊભી થવાની શક્યતા છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ક્યારે પડશે ગાત્રો થીજવતી ઠંડી? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, સરકારના નિર્ણય પછી નાની ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીને વધુ લાભ થશે. ભારતમાં કોઈ વિદેશની કંપની તેનો માલ વેચવા આવશે તો ચાર ટકા ટેક્સ લાગશે. જેનાથી વેચનારને માલની યોગ્ય વેચાણભાવનો ખ્યાલ આવશે. જેમાં હવે એકજ જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકાશે.

વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ડી-બીયર્સ દ્વારા 15 ટકા જેટલા ભાવ ઘટાડાનો ઐતિહાસિક નિર્ણય તેમજ વિદેશી ડાયમંડ કંપનીઓ ભારતમાં બિઝનેસ કરી શકશે તેવા નિર્ણયના કારણે આગામી થોડા દિવસોમાં હીરા ઉદ્યોગમાં તેજી આવી શકે છે. જેના પરિણામે ડાયમંડ સિટી સુરત, અમદાવાદ સહિત અનેક જગ્યાએ લોકોને લાભ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button