આપણું ગુજરાતટોપ ન્યૂઝ

દિલ્હીમાં સી આર પાટીલના નિવાસ સ્થાને યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં શું પીરસવામાં આવ્યું? PM Modi પણ રહ્યા હાજર

દિલ્હીઃ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે બુધવારે સાંજે દિલ્હીમાં તેમના સરકારી બંગલે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના ધારાસભ્યો સહિત પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, એસ જયશંકર, જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.સી આર પાટીલના નિવાસ સ્થાને યોજાયેલા ડીનરમાં વલસાડી ઉંબાડિયું અને સુરતી ઉંધીયું, પુરી, મઠા જેવી વાનગી પીરસવામાં આવી હતી. પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ટૂંક સમયમાં વિદાય લેશે. નવા વર્ષના આરંભે નવા પ્રમુખની નિમણૂક થશે.પાટીલના નિવાસ સ્થાને યોજાયેલા ડીનરમાં રમણલાલ વોરાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. ઉલ્લેખનીય છે કે રમણલાલ વોરા સામે બોગસ ખેડૂતની ફરિયાદ થઈ છે.


Also read: ભાજપે કોંગ્રેસ-એનસીપી(એસપી) પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા, સુપ્રિયા સુળે આપ્યો જવાબ



Also read: વકફ બોર્ડમાં સુધારા મુદ્દે મોદી સરકાર મક્કમતા બતાવે


સી.આર. પાટીલના કાર્યકાળ દરમિયાન ભાજપે ગુજરાત વિધાનસભાની 2022ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. 156 બેઠકો પર જીત સાથે આ ભાજપ માટે અત્યાર સુધીનો સૌથી મોટો વિજય મેળવ્યો હતો. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. પાટીલના નેતૃત્વને કારણે ગુજરાત પ્રદેશ ભાજપમાં મજબૂત સંગઠન બન્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button