ટોપ ન્યૂઝનેશનલ

Pushpa 2 ના સ્ક્રીનિંગમાં અલ્લુ અર્જુનને જોઈ ફેન્સ થયા બેકાબૂ, ભાગદોડમાં 1નું મોત

Entertainment News: અલ્લુ અર્જુનની (Allu Arjun) મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર (Pushpa 2) રિલીઝ થઈ ગયું છે. બુધવાર, 4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ પર સંધ્યા થિયેટરમાં પુષ્પા 2નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ફિલ્મના અન્ય કલાકારો તથા ક્રૂ સાથે ફિલ્મ જોવા માટે સંધ્યા થિયેટર પહોંચ્યા હતા. અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે થિયેટરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડને કાબુમાં રાખવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન એક ઘટના બની હતી. અલ્લુ અર્જુનના થિયેટરમાં આગમન પછી થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું અને ઓછામાં ઓછા બે અન્ય ઘાયલ થયા હતા.

સ્ક્રિનિંગ પહેલાં, ભીડ થિયેટરના ગેટ તરફ આગળ વધી ત્યારે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે ઉત્સુક ચાહકો, અભિનેતા પહોંચતા જ પ્રવેશદ્વાર પર દોડી આવ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

દિલસુખનગરની રહેવાસી રેવતી તેના પતિ ભાસ્કર અને તેમના બે બાળકો શ્રી તેજ (ઉ.વ. 9) અને સંવિકા (ઉ.વ.7) સાથે પુષ્પા 2નો પ્રીમિયર શો જોવા આવી હતી. બેકાબૂ ફેન્સે દરવાજો તોડ્યો ત્યારે રેવતી અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા. 39 વર્ષીય રેવતીને સારવાર માટે દુર્ગા બાઈ દેશમુખ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

Also Read – BIG BREAKING: અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનની અંદર બ્લાસ્ટથી ખળભળાટ

ગંભીર રીતે ઘાયલ થયેલાને વધુ સારી સારવાર માટે બેગમપેટની કિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક બાળક સહિત અન્ય ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહિલાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button