આમચી મુંબઈમહારાષ્ટ્ર
નવી વિધાનસભાનું વિશેષ સત્ર સાતમી ડિસેમ્બરથી…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર સાતમી ડિસેમ્બરે મુંબઈમાં આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ ગ્રહણ કરશે અને સ્પીકરની ચૂંટણી કરવામાં આવશે, એમ વિધાનસભાનાં સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં 16થી 21 ડિસેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સાતમી અને આઠમી ડિસેમ્બરે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોના શપથ ગ્રહણ કરવામાં આવશે અને નવમી ડિસેમ્બરે પંદરમી વિધાનસભાના સ્પીકરની પસંદગી કરવામાં આવશે.
Taboola Feed