શારદીય નવરાત્રી આસો માસની શુક્લ પક્ષની પ્રથમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15થી 25 ઓક્ટોબર સુધી રહેશે. 25 ઓક્ટોબરે દશેરા છે. નવરાત્રિ દરમિયાન સૂર્યદેવ અને ગ્રહોનો રાજકુમાર બુધ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. હાલ બંને ગ્રહો કન્યા રાશિમાં સ્થિત છે અને નવરાત્રિ દરમિયાન આ ગ્રહ કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશિમાં પ્રવેશ કરશે.
નવરાત્રિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. કેટલીક રાશિના જાતકોને આ રાજયોગનો ઘણો ફાયદો થશે અને તેમની કિસ્મત પલટાઇ જશે. તો જાણીએ આ રાશિઓ કઇ છે, જેના પર બુધાદિત્ય યોગની છાયા પડશે.
કન્યા: કન્યા રાશિના લોકોના ધન ગૃહમાં બુધાદિત્ય યોગ બનશે. કન્યા રાશિમાં બુધ ઉચ્ચ છે. તેથી કન્યા રાશિના લોકોને આનો ભરપૂર લાભ થશે. માન-સન્માનમાં વધારો થશે. આવક વધી શકે છે. આ સમયે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. ઉપરાંત વેપારમાં પણ વધારો થશે.
કુંભ: કુંભ રાશિના ભાગ્ય ગૃહમાં સૂર્ય અને બુધનું સ્થાન રહેશે. જેના કારણે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારમાં વધારો થશે. વેપારમાં લાભ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન તમે ઘણા પૈસા કમાઈ શકો છો.
મકર: બુધાદિત્ય યોગ મકર રાશિના લોકોને અપાર લાભ આપવાનો છે. નવરાત્રિ દરમિયાન આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે. લાંબા સમયથી અટકેલા તેમના કામ પૂર્ણ થશે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓ છે. માન-સન્માનમાં વધારો થશે. નોકરીની નવી તકો પ્રાપ્ત થશે.
ધન: બુધાદિત્ય યોગને કારણે ધન રાશિના લોકોને તેમની કારકિર્દી અને વ્યવસાયમાં ઇચ્છિત પરિણામો મળશે. આ સમયે તમને જૂના રોકાણમાંથી પૈસા મળશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમારા જીવનસાથી સાથે તમારા સારા સંબંધ રહેશે. બિઝનેસમેનને મોટો ઓર્ડર મળી શકે છે.
તુલા: સૂર્ય ભગવાન અને બુધ ભગવાન તુલા રાશિમાં જ ગોચર કરશે. સૂર્ય અને બુધના સંયોગથી બનેલો બુધાદિત્ય યોગ આ રાશિના લોકોને જીવનમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. વેપારમાં મોટો ફાયદો થશે. તમને તમારા કાર્યસ્થળમાં પ્રમોશન મળી શકે છે. તુલા રાશિના લોકોને નવરાત્રી દરમિયાન ઘણો આર્થિક લાભ મળશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને