અમે જરાય નારાજ નથી: શિરસાટ
મુંબઈ: અમે અમારો મત મૂક્યો હતો, પરંતુ ત્યાર બાદ એકનાથ શિંદેએ પોતાની ભૂમિકા જાહેર કરી હતી. સરકાર સ્થાપના માટે અમે ક્યાંય સ્પીડ બ્રેકર બનીશું નહીં. તમે (ભાજપ) જે કંઇ નિર્ણય લેશે તે અમને માન્ય હશે એવી અમે સ્પષ્ટતા કરી હતી. ભાજપ પાસે ૧૩૨ વિધાનસભ્ય હતા તેથી મુખ્ય પ્રધાન પદ તેમની પાસે આપવામાં આવશે એવું અમને લાગતું હતું. અમારી ફક્ત એટલી ઇચ્છા હતી કે અમને વધુ સમય મળ્યો હોત તો પાલિકા, જિલ્લા પરિષદની ચૂંટણી પણ અમે બહુ સારી રીતે લડ્યા હોત, પરંતુ જે નિર્ણય આવ્યો તે અમને માન્ય છે. અમારા વચ્ચે નારાજગી જરાય નથી, એમ શિરસાટે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા…
મહાયુતિની સરકારમાં શિવસેનાનું શું સ્થાન હશે? શિવસેનાને કેટલા અને કયા ખાતાઓ મળશે? આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન પદ શિવસેના પાસે હશે. આ સિવાય ઘણા ખાતા પણ અમારી પાસે હશે. મહાયુતિના ત્રણેય પક્ષો વચ્ચે ચર્ચા થઇને પ્રધાનપદની ફાળવણી નિર્ણય લેવાશે.
મંગળવારની શિંદે અને ફડણવીસ વચ્ચે ફક્ત મુખ્ય પ્રધાન પદ માટે જ ચર્ચા થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.