નેશનલ

શ્રાદ્ધ દરમિયાન કોંગ્રેસ નહીં કરે કોઈ શુભ કાર્ય, કમલનાથે આપ્યા સંકેત

આ દિવસે આવશે એમપી કોંગ્રેસના ઉમેદવારોની યાદી

ભોપાલઃ શ્રાદ્ધના દિવસોમાં નવી વસ્તુઓ ખરીદવી એ શુભ માનવામાં આવતું નથી. એમ કહેવાય છે કે આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ જાય છે, જેનાથી ઘરમાં સમસ્યાઓ આવી શકે છે. કૉંગ્રેસના નેતા કમલનાથે જે સંકેત આપ્યા છે તેના પરથી લાગે છે કે એમપી કોંગ્રેસ પણ આ જ વાત માની રહી છે. MP કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે સતનામાં મીડિયા સાથે ચર્ચા કરી હતી. તે દરમિયાન ટિકિટ વિતરણને લઈને તેમણે કંઈક એવું વિધાન કર્યું હતું જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસના પીસીસી ચીફ, પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ સતના એરસ્ટ્રીપ પહોંચ્યા હતા અને ત્યાં કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે ભાજપની વિદાય નિશ્ચિત છે અને જનતાએ ભાજપને સત્તામાંથી વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી અંગે તેમણે કહ્યું કે પિતૃપક્ષના અંત પછી કોંગ્રેસ તેના ઉમેદવારોની યાદી જાહેર કરશે.


શિવરાજ સરકારને આડે હાથ લેતા કમલનાથે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે જ્યારે જુઠ્ઠાણા અને જાહેરાતોનું મશીન બંધ થવાનું છે. મધ્યપ્રદેશના લોકો શિવરાજ સિંહજીને વિદાય આપશે, જેમણે આપણા રાજ્યને 18 વર્ષ સુધી બરબાદ રાજ્ય બનાવી દીધું છે. એમાં કોઈ શંકા નથી કે મધ્યપ્રદેશની જનતા પીડાઈ રહી છે.


દરેક વર્ગ નાખુશ છે. શિવરાજસિંહજી પણ આ વાતનો અહેસાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ આનો અહેસાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button